________________
૧૧૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ થાય તેમ તેઓ પિતાની ભક્તિની ક્રિયાઓ કરવામાં ચિંતાતુર થાય નહીં અને ઈશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ફરજ જાણી એથી વિરુદ્ધને દખલ થવા દે નહીં.
ઈલાહી સંવત્ ૩૫ ના અઝાર મહિનાની છઠ્ઠી તારીખને ખુરદાદ નામના દિવસે લખ્યું. મુતાબિક ૨૮ માહે મુહરમ સને ૯ હીજરી.
મુરીદે (અનુયાયીઓ)માંના નમ્રમાં નમ્ર અબુલફજલના લખાણથી અને ઈબ્રાહીમ હુસેનની નેંધથી
નકલ અસલ મુજબ છે.
(-ધસૂરીશ્વર અને સમ્રા, પૃ. ૩૭૫ થી ૩૭૮) નોંધ:-બ૦ અકબરે જુલસી સન ૩૫-૩૬, ઈલાહી સન ૩૫-૩૬ના નવમા અઝાર મહિનાની તા. ૬ ઈરાની ખુરદાદ નામના દિવસે, (આ દિવસે પારસી પંચાંગમાં કવ અશેજરાસ્તનો દીશે લખાય છે.) હીજરી સન ૯૯૯ પહેલા મહોરમ મહિનાની ૨૮ મી તારીખે, વિ. સં. ૧૬૪૭ને આ વદિ ૦))ના રોજ, ઈ. સ. ૧૫૯૧ના નવેમ્બરમાં ગુજરાતના સૂબા ઈ. સ. ૧૫૮૭થી ૧૫૯૨ સુધીના આઝમખાન (મિરજા અજીજ કોકા)ને આ ફરમાન મોકલી આ. વિજયહીરસૂરિ સેવડાના ધર્મસ્થાનોની રક્ષા કરવા માટે ધ્યાન આપવા જણાવ્યું હતું.
સંભવ છે કે, તે સોરઠના સૂબા આઝમખાનના પુત્ર ખુરમે ધર્મઝનૂનથી શત્રુંજય તીર્થને નાશ કરવાની તૈયારી કરી હતી ત્યારે બાદશાહે આ ફરમાન મોકલી તેને રોક્યો હોય.
બનવાજોગ છે કે, જુદા જુદા સ્થળને જેનેએ બાદશાહ સમભાવવાળે છે એમ માની આ સમય દરમિયાન શત્રુંજય તીર્થના મોટા જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરી લેવાની ભાવનાથી બાદશાહ પાસે પરવાનગી માગી હોય. પરંતુ બાદશાહે ભાનુચંદ્ર ગણિ વગેરેની ભાવના મુજબ તેની વ્યવસ્થા કરી હોય. તે પછી જ બાદશાહે આ હીરવિજયસૂરિને જૈન તીર્થો ભેટ આપ્યાં, અને તે તે સ્થાન માટે અહિંસાના હુકમ કાઢ્યા, તથા સોની તેજપાલે શત્રુંજયના મેટા જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યો અને આ હીરવિજયસૂરિએ છરી પાળ શત્રુતીર્થને સંઘ કઢાવી ત્યાં ઘણાં જિનાલયની પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org