SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ અહીં લાવ્યા હતા. તે સપરિવાર અહીં આવ્યા છે. તેમનામાં ઉગ્ર તપ, અસાધારણ પવિત્રતા વગેરે છે, જે સર્વથા આદરપાત્ર છે; સન્માન યોગ્ય છે. તેઓ હવે ગૂજરાત પધારે છે. તેમની ઈચ્છા છે કે, બાદશાહ અનાથને રક્ષક છે. તે શ્રાવણ વદિ ૧૩ થી ભાદરવા સુદિ ૬ સુધી એમ પર્યુષણના પવિત્ર ૧૨ દિવસેમાં કઈ પણ સ્થાને કઈ પણ પશુ, પ્રાણી મરાય નહીં એવું કરવું જોઈએ. આમ કરવાથી દુનિયામાં પ્રશંસા વધે, ઘણાં જ વધથી બચી જાય. આમ કરવાથી પ્રભુ પણ બાદશાહ ઉપર પ્રસન્ન રહેશે. તેઓની આ ઈચ્છા છે. આ ઈચ્છા અમારા ધર્મથી પ્રતિકૂળ નથી. પવિત્ર મુસલમાન ધર્મને અનુકૂળ છે. તેમની આ માગણીને સ્વીકારી અમે હુકમ જાહેર કર્યો કે, “કેઈએ પર્યુષણના ૧૨ દિવસોમાં જીવ હિંસા કરવી નહીં. આ હુકમ હંમેશને માટે છે. તેનું બરાબર પાલન કરવું.” હીજરી સન ૯૯૨, જમાદલસાની મિતિ ૭. નોંધ-આ ફરમાનની નકલ ૬ સ્થાન માટે બનાવી છે. (૧) ગુજરાતને સ, (૨) માળવાનો સૂબે, (૩) અજમેરને સુબ, (૪) દિલ્હી–ફતેહપુરને પ્રદેશ, (૫) લાહોર-મુલતાનને પ્રદેશ અને (૬) સૂરિજીની પાસે રાખવા માટે. ઉજજૈનમાં માળવાના સૂબા પર મેકલાવેલ અસલી ફરમાન સુરક્ષિત છે, જેની લંબાઈ ૨ ફૂટ અને પહોળાઈ ૧૦ ઈંચની છે. મેટા મજબૂત કપડા ઉપર સોનેરી શાહીથી લખેલું છે. તે કઈ કઈ જગાએ ફાટી ગયું છે. મેજર જનરલ સર જોન માલકમે પોતાના મેમાયર ઍફ સેંટ્રલ ઈન્ડિયા” પુસ્તક ભાવ ૨, પૃ. ૧૩૫-૩૬ માં તેનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કર્યો છે. શાસનદીપક પૂ. મુનિ મ. શ્રી વિદ્યાવિજયજી મહારાજે સૂરીશ્વર અને સન્નાટમાં તથા શ્રીજિનવિજયજીએ પારસોરાની પ્રસ્તાવનામાં, શ્રી અગરચંદજી નાહટાએ ગુગપ્રધાન જિનચંદ્રકૂરિના પરિશિષ્ટોમાં વિવિધ ફરમાનોના ફેટા, ફારસી પાઠ તથા અંગ્રેજી, હિંદી અને ગુજરાતી અનુવાદે પ્રકાશિત કરાવ્યા છે. (-પ્રક. ૪૦, પૃ. ૪૮૪) - બાળ અકબરે જુલસી સન ૨૯, ઈલાહી સન ૨૯, હીજરી સન ૯૯૨, જમાદિ ઉસ્સાની છઠ્ઠા મહિનાની તા. ૭ મીએ ઈ. સ. ૧૫૮૩, ચિત્રાદિ વિ. સં. ૧૬૪. (૧૬૪૧) પ્રથમ અષાડ શુદિ ૧૧ ના રોજ ફત્તેપુરસિકરીથી આ હીરવિજયસૂરિને આ ફરમાન આપ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy