SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૩જે . [ પ્રકિર્ણ B ૧૬૮, ૧૬૯-(માંસત્યાગ) બાદશાહે આ વખતે કેટલાએક નવા પણ પિતાને પ્રિય લાગતા સિદ્ધાંતને પ્રચાર કર્યો હતો. તેણે સૌથી પહેલાં સૂર્યપૂજાના દિવસે દરેક રવિવારે પ્રાણીવથ ન કરવાની કડક આજ્ઞા આપી હતી. ફરવરદીન મહિનાના શરૂના ૧૮ દિવસે, આખે આખા મહિને (પિતાને જન્મ માસ) તથા બીજા ઘણા દિવસે માટે પ્રાણીવધ ન કરવાનો હુકમ આપ્યો હતે. આ હુકમ હિંદુઓને પ્રસન્ન કરવા માટે કર્યો હતો. આ હુકમને ભંગ કરનારને દંડ કરવામાં આવતું હતું. આ હુકમને ભંગ કરવાથી ઘણું કુટુંબે બરબાદ થયાં છે અને તેઓની મિલકત જપ્ત થઈ છે. બાદશાહે આ ઉપવાસના દિવસોમાં ધાર્મિક ક્રિયાની જેમ માંસાહારને સર્વથા ત્યાગ કર્યો હતો. તે વર્ષભરમાં છ મહિના અને તેથી વધુ દિવસો સુધી ઉપવાસને અભ્યાસ કરતે ગયો. તેની ઈચ્છા હતી કે, તે અંતે માંસાહાર સર્વથા છેડી શકે. પ્રસિદ્ધ ઇતિહાસકાર અલબટાઉની લખે છે કે – 1 c ૧૧, ૧૭૨ - સમ્રાટું વિશેષરૂપથી સેવડા (શ્રમ) અને બ્રાહ્મણને એકાંતમાં મળતો હતો. તેઓ નૈતિક, શારીરિક, ધાર્મિક તથા આધ્યાત્મિક શાસ્ત્રોમાં, ધર્મોન્નતિની પ્રગતિમાં માનવજીવનની સંપૂર્ણતાને પહોંચવામાં બીજા સર્વ સંપ્રદાય, વિદ્વાને અને પંડિતેના મુકાબલામાં સર્વ રીતે ઊંચા હતા. તેઓ પિતાની સચ્ચાઈ તથા મુસલમાની ધર્મનાં દૂષણે બતાવવાં હોય ત્યારે બુદ્ધિપૂર્વક પરંપરાથી ચાલ્યાં આવતાં પ્રમાણે રજૂ કરતા હતા. તેઓ પિતાના મતનું સમર્થન એવી દઢતા અને યુક્તિથી કરતા હતા કે તેઓ તેમની ધારણા પ્રમાણે તેમને મત સ્વતઃ સિદ્ધ થઈ જતા. તેઓની સચ્ચાઈમાં નાસ્તિક પણ શંકા ઉઠાવી શકતે નહીં. ૧. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર વિસેન્ટ સ્મિથ, આ “હિંદુ” શબ્દ જેને માટે છે એમ પોતાના “અકબર “ પુસ્તકના પૃ. ૩૩પમાં સ્પષ્ટ જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy