________________
૭૬૪
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે પ્રકરણ જીર્ણોદ્ધાર કરાવ્યું અને દેવવિમાન જે જિનપ્રાસાદ બંધાવ્યું.
(પ્રક ૪૦, પૃ. ૪૯૮) રાણને રૂપલાદેવી અને શ્રીદેવી નામે બે રાણીઓ હતી. રૂપલાદેવી પાટડીના રણ વિજયપાલની રાણી નીતલદેવીની પુત્રી હતી. (પ્ર. ૪૧, પૃ. ૫૦૦) રાણી શ્રીદેવીને ઉદયસિંહ નામે પરાક્રમી પુત્ર હતું. તેના વંશમાં સૌરાષ્ટ્રના વાંકાનેરના ઝાલા રાજાઓ થયા.
(-કવિ નથુરામ સુંદરજી ઓઝા “ઝાલાવશવારિધિ', જેનસત્યપ્રકાશ, કo : ૧૪પ, પૃ. ૧૮, શૈલેયપ્રકાશની ગદ્ય પ્રશસ્તિ, પ્રબંધચિંતામણિ, આ૦ મુનિચંદ્ર વગેરેનાં શંખેશ્વર પાર્શ્વનાથનાં સ્તોત્ર, જગડૂચરિત્ર, સર્ગઃ ૬, હીરસૌભાગ્યકાવ્ય-સટીક, પં. વીરવિજયજીનું ગોડી પાર્શ્વનાથ ચરિત્ર, મુનિ જયંતવિજયજીનું શંખેશ્વર મહાતીર્થ, પૃ.
૪૭ થી ૨૧) રાજા કેહણુદેવ, રાજમાતા આનલદેવી
નાડેલના રાજા આહણદેવ(સં. ૧૨૦૯ થી સં. ૧૨૧૮)ને આહૃણદેવી નામે રાણ હતી અને કેહણુદેવ નામે યુવરાજ હતું, જે સં. ૧૨૨૧ માં રાજા થયે હતો. તે રાજગચ્છના આ૦ સાગરચંદ્રના ઉપદેશથી જેન બન્યો હતો.
કેહુણ જૈનધર્મ પ્રત્યે બહુ આદર ધરાવતો હતો. તેણે પિતાના રાજ્યમાં સં. ૧૨૦૯ માં દરેક આઠમ, અગિયારસ, ચૌદશના દિવસે માં અમારિ પ્રવર્તાવી હતી. માંસબલિ આપનારને તે સખત દંડ કરતે હતે.
તેની માતા આનલદેવીએ સં. ૧૫૨૧ માં સાંડેરક નગરના ભ૦ મહાવીર સ્વામીના દેરાસરમાં મહાવીરજન્મત્સવ નિમિત્તે રાજકીય મહેસૂલમાંથી ખરચ બાંધી આપ્યું હતું. તેમજ તેના પિયરિયાં, રાષ્ટ્રકુટખાતુ અને રાજા કેહણે પણ જુદું ખર્ચ બાંધી આપ્યું હતું. રાણું જલ્ડણદેવી, રાજકુમાર મેઢલદેવ અને રાજકુમારી શૃંગાર દેવીએ પણ જુદાં જુદાં ગામનાં જૈન મંદિરના નિભાવ માટે મદદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org