SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૧ બેતાલીશમું ] આ૦ સેમપ્રભસૂરિ, આ૦ મણિરત્નસૂરિ ૧૭૧૮)ને રાજ્યમાં મહામાત્ય નાગડના કાળમાં પાલનપુરમાં સાધ્વી લલિતસુંદરી ગણિની માટે શેઠ વીરજી એશવાલના પુત્ર શ્રીકુમારની ધર્મપ્રેમી પત્ની પદ્મશ્રી પાસે “પંચમી-કથા”નું પુસ્તક લખાવ્યું. –જેનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશ૦ ૧૨, પ્રશ૦ ૧૩) (૩) સાવી પદ્મલક્ષમીજી–તેમની સં. ૧૨૯૯ની એક પ્રતિમા મળી આવે છે, જે માતર તીર્થના દેરાસરમાં વિરાજમાન છે. (જેનયુગ, નવું વર્ષ ઃ બીજુ, અંક: ૧) (સાધ્વી પદ્મલમી માટે જુઓ પ્ર. ૪૧, પટ્ટા૧૦, આ૦ નં૦ ૪પ, આ૦ વસેનસૂરિ. પૃ. ૫૮૭) ' રાજાઓ સજ વિજલરાય (સં. ૧૨૩૯) વિજલ એ કલચૂરીવંશને હતે. ચૌલુક્ય વંશના રાજા નર્મદી તૈલપ (સં. ૧૨૦૬ થી સં. ૧૨૨૧) ત્રીજા તેલપને સેનાપતિ હતો. તે વંશપરંપરાથી જેન હતો. તેણે ચૌલુક્યરાજ તલપ પાસેથી કર્ણાટકની સત્તા છીનવી લીધી અને તે કર્ણાટક રાજા બન્યો. તેની રાજધાની કલ્યાણ માં હતી. એ સમયે વીરશૈવધર્મના અનુયાયીએાએ પ્રપંચ શરૂ કર્યો અને રાજ્ય નબળું પડયું, તે સ્થિતિનો લાભ દેવગિરિના યાદવને તથા દ્વારસમુદ્રના હોયશલેને મળે. “જર્નલ રૉયલ એશિયાટિક સોસાયટી” અંક: ૪, પૃ. ૧ત્ની કુટનેટમાં સાફ લખ્યું છે કે, “વિજલ જૈનધર્મને મહાન પક્ષકાર હતે, છતાં તે પરધર્મસહિષણ હતું. તેણે લિંગાયતે ઉપર એટલે સુધી કૃપા બતાવી કે, લિંગાયતે તેના વિરોધી બની ગયા અને તેને અંત લાવવામાં ફાવી શક્યા. દક્ષિણમાં જૈનોના વિરોધમાં વીરશૈવધર્મની સ્થાપના થઈ. તેમાં ૧. રેવન, ૨. મારુલ, ૩. એકારામ (એકાંતડ મિયા) અને ૪ પં આરાધ્ય મુખ્ય હતા અને તે પછી પં૦ વસવ અને પં. ચન્નવસવે એ સંપ્રદાયને પુનરુદ્ધાર કરી “લિંગાયતમત” સ્થાપન કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy