________________
७४०
જૈન પર પરાના તહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
તેના નામ ઉપરથી આ પ્રતિમા ગાડી પાર્શ્વનાથના નામથી વિખ્યાત થઈ. (પ્રક૦ ૪૧, પૃ૦ ૬૧૫, ૬૧૬) અધિષ્ઠાયકે સાતાજીને સહાય કરી સુખી કર્યાં. સાઢાજીએ પણ ગાડી પાર્શ્વનાથને પેાતાના ઘરમાં લાવી પધરાવ્યા. તે તેની પૂજા કરવાથી અત્યંત સુખી થયા, ઝીંઝુવાડાના રાજા બન્યા, તેમજ ગૂજ રાતના મહામડલેશ્વર પણ બન્યા. તેના ભાઈ માંગુ ઝાલાએ પણ આ અધિષ્ઠાયકની સહાયથી ફૂલા કુંવરીનું ભૂત કાઢયું હતું.
મંડલેશ્વર સાહા ઝાલાને દુર્જનશલ્ય નામે પુત્ર હતા. તે પણ રાજા ભીમદેવ સાલ કી (બીજા)ના મડલેશ્વર હતા. તેણે સ૦ ૧૩૦૫ થી સં ૧૩૧૦ ના ગાળામાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થાંના મોટા દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યા, (પ્રક૦ ૪૩) તે પછી ગાડી પાર્શ્વનાથની પ્રતિમા પાટણમાં લાવવામાં આવી. ૧૩૫૬-૧૩૬૦ ના ગાળામાં બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીના ભાઈ અલખાને ગૂજરાત પર ચડાઈ કરી અને કરણ વાઘેલાને ભગાડી પાટણમાં પેાતાની ગાદી સ્થાપન કરી. (જૂએ પ્રક૦ ૪૫) આ મુસલમાની હલ્લા થયા તે સમયે જેને એ પ્રતિમાજીને જમીનમાં ખાડા કરી તેમાં પધરાવી હતી. સ૦ ૧૪૩૨ લગભગમાં પાટણને સૂબા હસનખાન (હીસાયુદ્દીન) હતા. તેને ઘેાડાહારમાંથી ગાડીજીની પ્રતિમા મળી આવી. તેની બીબી અસલમાં જૈન કન્યા હતી. બીબી આ પ્રતિમાને હમેશાં પૂજવા લાગી. સૂબાને એક રાતે સ્વપ્નમાં અવાજ આવ્યા કે, ‘તારે આ પ્રતિમા નગરપારકરના સેડ મેઘાને આપી દેવી.’
એ સમયે નગરપારકરમાં ભૂલેશ્વર ગામ હતું. તેમાં વડેરાના વંશના શેઠ આહ્વાના પુત્ર શેઠ સાજન રહેતા હતા. તેને કાજલ, ઉજલ અને શામલ એમ ત્રણ પુત્રો હતા અને મરઘા નામે પુત્રી હતી. કાજળશાહે ધનવાન હતા.
એ જ નગરપારકરના ધેશ્વરમાં સ૦ ૧૩૯૮ માં શા॰ ખેતા સીડિયા રહેતા હતા. તેને ભેાજો, ઉદય અને મૈધે એમ ત્રણ પુત્ર હતા. કાજળ શાહે પેાતાની બેન મરઘા શેઠ મેઘા સાથે પરણાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org