________________
૭૩૪ • જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વિસાજીએ નવું શિહેર વસાવ્યું. તેનું ખાત કરતા ચમારે તોરણ બાંધ્યું હતું
ગોહેલ વંશને પરિચય પહેલાં (પ્રક. ૨૩, પૃ. ૩૮૬ માં) આવી ગયે છે. (પ્રક. ૪૪ માં પણ આવશે) તેના વંશજો મેહદાસ ગેહેલ (લુણી નદીના કિનારે આવેલા ખેર ગામમાં) હતા. તેના પુત્ર સેજકજી, તેના પુત્રે મારવાડ છેડી સૌરાષ્ટ્રમાં સં. ૧૨૬૦ માં આવીને સેજકપુર વસાવ્યું. તેના વંશમાં અનુક્રમે (૧) સેજકજી, (૨) રણુજી, (૩)...(૪)... (૫) ખડાજી, (૬) ડુંગરજી, (૭) વીનેજી, (૮) કાનજી, (૯) સારંગજી, (૧૦) શિવજી, (૧૧) જેતજી, (૧૨) રામદાસજી, (૧૩) સરતાનજી, (૧૪) વીસેળ થયા. એ વીરોજી ગોહેલે નવું શિહેર વસાવ્યું. તેના ભાઈ દેવાજીને પછેગામ ગરાસ મળે. વિસાજીએ ઈ. સ. ૧૫૭૫ થી ૧૬૦૦ સુધી શિહેરમાં રાજ્ય કર્યું.
ભાવનગરના રાજા ભાવસિંહજી ગોહેલે પિલાજી ગાયકવાડના કંથાજીને ભગાડી શિહેરમાં પિતાની સત્તા જમાવી. રાજા ભાવસિંહજીએ સં. ૧૭૭૯ ના વૈશાખ સુદિ ૩ ના રોજ વડવા ગામે ભાવનગર વસાવી તેને બંદર બનાવ્યું. તેણે ઈ. સ. ૧૭૨૨ સુધી રાજ્ય કર્યું. (-શ્રીયુત ગોરધનદાસ નાગદાસ મહેતા, શિહોર
- વાળા રચિત “સૌરાષ્ટ્રવંશનું ઇતિહાસદર્શન ) તારંગા તીર્થ
ગુજરાતના ઉત્તર પ્રદેશમાં તારંગાહીલ એ ઉષ્ણ હવામાનવાળી સ્વચ્છ પહાડી છે. તેનાં નામ-તારંગકગિરિ, તારગિરિ, તારણદુર્ગ, તારણગઢ, તારંગઢ, તારંગા વગેરે મળે છે.
વૈદિક સાહિત્યમાં તારંગનાગ, બૌદ્ધસાહિત્યમાં તારાદેવી અને જેન સાહિત્યમાં સુતારાદેવી, પદ્માવતી વગેરે નામો મળે છે. લેકમાન્યતા છે કે, એના આધારે આ પહાડનું નામ પડ્યું છે. जैने पद्मावतीति त्वशुभदलना तां च गौरीति शैवे .
तारा बौदागमे त्वं प्रकृतिरिति मता देवि ! साङ्ख्यागमे त्वम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org