SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ه هف જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો જિનપ્રતિની અંજનશલાકા કરાવી. વળી, આ મને ભાઈ આએ જામનગરમાં આ૦ કલ્યાણસાગરની અધ્યક્ષતામાં સ૦ ૧૬૭૬ના વૈશાખ સુઢિ ૩ ને બુધવારે તથા સ૦ ૧૬૭૮ના વૈશાખ સુદિ ૫ ને શુક્રવારે ભ॰ શાંતિનાથના ૭૨ દેરીઓવાળા દેરાસરમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી, જેમાં સાત લાખ કારી વાપરી. [ પ્રકરણ આજે જામનગરમાં વધમાન શાહનું દેરાસર અત્યંત પ્રસિદ્ધ છે. તેનુ કેટલુંક કામ સલાટેની બેદરકારીથી ખાકી રહી ગયુ છે. આ ભાઈ એએ છીકારી ગામ તથા મેડપરમાં પણ જિનપ્રતિમા એની પ્રતિષ્ઠા કરાવી હતી. એક વાર જામનરેશે શેઠ વર્ધમાનને ૯૦૦૦ કારીની ચિઠ્ઠી લખી મેાકલી. અને તે જ ચિઠ્ઠીમાં દુષ્ટ બુદ્ધિવાળા ઠક્કર હડમત લુહાણાએ બે મીડાં વધારી દીધાં હતાં. બંને શેડ ચિઠ્ઠી વાંચી મુંઝાયા. દેવીએ આવીને તેને ચિત્રાવલી આપી તેથી શેઠે તરત જ ૯,૦૦૦૦૦ કારી રાજાના ખજાનામાં મેાકલી દીધી. શેઠ વર્ધમાન તથા પદમશી આમાં કોઈ દુષ્ટ માનવીના હાથ છે. અને કાઈક ષડ્યત્ર રચાયું છે એમ સમજીને તરત જ જામનગર છેડી ચાલ્યા ગયા અને ભદ્રેશ્વર જઈ ને વસ્યા. તેઓએ પાવાગઢમાં મહાકાલીદેવીના મંદિરના જીર્ણોદ્ધાર કરાજ્યેા. ભદ્રેશ્વરમાં અરિષ્ટરત્નની ભ॰ નેમિનાથની, માણેકની ભ॰ વાસુપૂજ્યની, નીલમની ભ॰ પાર્શ્વનાથની, અને નીલમની ભ॰ મલ્ટિનાથની પ્રતિમાઓ ભરાવી. નવપદ અને જ્ઞાનપંચમીનાં ઉજમણાં કર્યાં. ભદ્રેશ્વર વગેરે તીર્થીના જીર્ણોદ્ધાર કરાવ્યા. કલ્યાણકભૂમિમાં દાન આપ્યું. સાધર્મિકાના ઉદ્ધારમાં સાત લાખ કારી વાપરી. સ૦ ૧૬૮૫માં ભદ્રેશ્વરમાં અમરસાગરજીને આચાર્ય પદ અપાવ્યું. ચારણાને હુજારા ઊંટ વગેરેનુ દાન આપ્યું. Jain Education International શેઠ વર્ધમાન સ૦ ૧૬૮૯ના કાર્તિક સુદિ ૧૫ ની સવારે પૌષધની સ્થિતિમાં આરાધન કરીને સ્વર્ગે ગયા. શેઠ પદમશીએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy