________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ કુપ છે છતાં સારે છે, કેમકે તેણે પિતાના પિતાના મરણ પછી તેનાં ધર્મસ્થાને પાડી નાખ્યાં જ્યારે તમે કુપુત્રે તો તેનાથીયે વધુ અધમ છે, કારણ કે તમે તે હું સો ડગ ભરું એટલીયે રાહ જોઈ નહીં.”
રાજા આ સાંભળીને શરમાઈ ગયે. તેણે દેરાસરે તેડવાનું કામ સર્વથા બંધ રાખ્યું. એટલે બાકીનાં દેરાસર બચી ગયાં. જેનેએ આ સમયે જેન ગ્રંથને બચાવવા જેસલમેર જેવા સુરક્ષિત પ્રદેશમાં મોકલી આપ્યા.
(પ્રક ૩૫, પૃ૦ ૧૩૫) રાજા અજયપાલ તેના નીચ સ્વભાવના કારણે ત્રીજે વર્ષે પિતાના અંગરક્ષક વેજલના હાથે માર્યો ગયો અને તેની પછી બાલ મૂલરાજ અને ભેળે ભીમદેવ (સં. ૧૨૩૫ થી ૧૨૯૮) ગુજરાતને રાજા બન્યો. - એક વાર શેઠે એક નાલાયક મહેતાને કાઢી મૂક્યો, તેણે રાજા ભીમદેવના કાન ભંભેર્યા. રાજાએ શેઠને ભૂલમાં ફસાવી પૈસે કઢાવવાની યુક્તિ શોધી કાઢી. તેણે એક દાસી સાથે શેઠને ઘરે માંસને થાળ મોકલ્યા. શેઠ જિનપૂજામાં બેઠા હતા. આથી તેની પુત્રી ચાંપલદેએ દાસીને સત્કાર કર્યો અને દાસીએ ચાંપલદેને થાળ અર્પણ કરીને કહ્યું : “ઉત્સવ ચાલે છે તેથી રાજાએ તમારા ગૌરવ માટે આ પ્રસાદ મેકલાવ્યો છે.” શેઠપુત્રીએ થાળને માનપૂર્વક લીધે અને ઉપર રૂમાલ ઉઘાડીને જ્યારે તેણે જોયું કે તરત તે સમજી ગઈ કે નાલાયક મહેતાની આ કરતૂત લાગે છે. તેણે આગમચેતી વાપરીને પ્રસાદને બીજા થાળમાં લઈ લીધે અને થાળને મેતીએ વધાવી પાછો આયે. રાજા માટે સવા લાખને હાર મેકલ્ય, અને દાસીને કંઠે પહેરાવી ખુશ કરી પાછી રવાના કરી. દાસી તો ખુશી થઈ ચાલી ગઈ.
ચાંપલદેએ ભેજન કર્યા બાદ પોતાના પિતાજીને આ વૃત્તાંત જણાવ્યું અને સાથેસાથે જણાવ્યું કે, “પિતાજી! તમારા મહેતાની, ભંભેરણીથી રાજા તમને લૂંટવા ઈચ્છે છે. હવે તે આપણું બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org