________________
જૈન પરંપરાને ઇતિહાસ ભાગ [ પ્રકરણ મુજબ બાદશાહ મહમ્મદ શાહબુદ્દીન સાથે યુદ્ધ કરવાથી લાભ થયે હતો.
(જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૧૩૭) મંત્રી સજજન પછી રાજા કુમારપાલે કવિ સિદ્ધપાલની ભલામણથી તેમના બીજા ભાઈ આંબાકને સૌરાષ્ટ્રને દંડનાયક બનાવ્યું. જૂનાગઢથી ગિરનાર પર ચડવાને છે કે પાજ બની હતી પણ તે રસ્તે કઠિન હતો એટલે મંત્રી આંબડે સં૦ ૨૨૨–૨૩ માં ૬૩ લાખ દ્રવ્ય ખરચીને સાંકલી ગામ તરફની સાંકળીપાજ બંધાવી.
મંત્રી આંબાકે અંચલગચ્છના આ૦ જયસિંહસૂરિના ઉપદેશથી સેમિનાથ પાટણમાં ભ૦ ચંદ્રપ્રભુસ્વામીના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું.
(-પ્રક. ૪૦, પૃ. ૨૧૯) ત્રીજા ભાઈ ધવલે ગિરનાર તીર્થમાં પરબ બેસાડી.
એકંદરે ત્રણે શ્રીમાલી ભાઈઓએ ગિરનાર તીર્થને વિવિધ રીતે શોભાવ્યું છે. મંત્રી આંબડ પછી સૌરાષ્ટ્રને દંડનાયક જગદેવ શ્રીમાલી બન્યો. મંત્રી સજજનને પરશુરામ નામે પુત્ર હતો. (-પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, પુરાતનપ્રબંધસંગ્રહ, પ્રબંધકોશ, કુમારપાલચરિત, સિજજેસરિય, વસંતવિલાસ, ઉપદેશતરંગિણી, ઉપદેશસાર, ગુજરાતના ઐતિહાસિક લેખ,
ભા, ૩, લેખાંકઃ ૧૫ર, ૧૫૩) (૨) શેઠ સજજન–તે પાટણને પિરવાડ હતું. તેણે સં. ૧૧૫૫ માં પૂર્ણતલગચ્છના આ૦ દેવચંદ્રસૂરિના ઉપદેશથી શંખેશ્વર તીર્થનો ઉદ્ધાર કરાવ્યો–
पञ्चाशदादौ किल पञ्चयुक्ते एकादशे वर्षशते व्यतीते । निवेशितः सजनश्रेष्ठिना त्वं वन्दे सदा शङ्खपुरावतंसम् ।।
(-શંખેશ્વરતીર્થસ્તોત્ર, પ્ર. ૧, પૃ. ૫૫) આ શેઠ સજજનને કૃષ્ણ નામે પુત્ર હતા. શ્રીચંદ્રમુનિએ મૂળરાજ (સં. ૧૨૩ર થી ૧૨૩૪)ના રાજકાળમાં શેઠ કૃષ્ણના પરિવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org