________________
૬૬૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ર ( પ્રકરણ માત્ય વાહડ વગેરે હતા. મહામાત્ય ચાર લાખ દ્રમ્ય બેલીને ચડાવાને આરંભ કર્યો. બેલી વધવા લાગી. મહવાન શેઠ જગડુ શેર ઠિયા પરવાડે સવા કરેડ ટ્રમ્પની બેલીથી આદેશ લઈ પિતાની માતાને તીર્થમાલા પહેરાવી. તે જગડૂ શાહ પાસે સવા કરોડની કીમતનાં પાંચ માણેક હતાં, તેમાંથી એક શત્રુંજય તીર્થમાં, બીજું ગિરનાર તીર્થમાં અને ત્રીજું પ્રભાસ તીર્થમાં આપ્યું. શ્રીસંઘે સેનાને કંઠે બનાવી તે બેલીમાં અપાયેલું માણેક તેમાં ગોઠવ્યું અને તે કંઠે ભ૦ સષભદેવને પહેરાવ્ય સંઘમાં આનંદ વ.
મંત્રી વાહડે આ રીતે શત્રુંજય તીર્થનો ચૌદમે મે જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી, વાડ્મપુરમાં ત્રિભુવનપાલવિહાર બંધાવી તેમાં ભરપાર્શ્વ નાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેની પૂજા માટે ૨૪ વાડીઓ આપી. એ નગરને ફરતો કિલ્લો બંધાવ્યા. દેવમંદિરને ગરાસ બાંધી આપ્યા. મકાને બંધાવ્યાં અને તીર્થોદ્ધાર વગેરેમાં મળીને ૧૬,૦૦,૦૦૦ ખરચ્યા.
ગૂર્જરેશ્વર કુમારપાલે સં. ૧૨૨૩ માં શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોને ભેટે છેરી પાળતો યાત્રા સંઘ કાઢયો હતે. ગિરનાર તીર્થને ચડાવ કઠિન હતું. રાજા કુમારપાલની ઈચ્છા હતી કે, અહીં બીજી પાજ બંધાવવી. મહામાત્ય વાહડે રાજાની આજ્ઞાથી મહં. રાણિગ શ્રીમાલીના પુત્ર વાહડ પાસે સં૦ ૧૨૨૨-૧૨૨૩ માં ગિરનાર ઉપર ત્રેસઠ લાખના ખર્ચે નવી સુગમ પાજ બંધાવી. આ રસ્તો “સાંકળી પાજ' નામે પ્રસિદ્ધ છે.
રાજવી યાત્રાર્થે ગિરનાર ગયે પણ વૃદ્ધાવસ્થાના કારણે એ રસ્તેથી પણ ચડી શક્યો નહીં. એટલે તળેટીના દેરાસરમાં ભ૦ નેમિનાથનાં દર્શન-પૂજન કરી, તેમાં જ પિતાની યાત્રા સફળ માની પાછો વળે.
૧. મહામાત્ય વાહડે શત્રુંજય તીર્થનો ૧૪મો મોટો જીર્ણોદ્ધાર કરાવ્યું હતો, તેમ સમર શાહે ૧૫મે અને દેશી કશાહે ૧૬ મે મોટો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
(જુઓ, પ્રક. ૩૫, પૃ. ૧૯૫, ૨૦૪) મહામાત્ય તેજપાલે સં. ૧૨૮૭માં વાટપુરને સ્થાને તેજલપુર વસાવ્યું
(જૂઓ, પ્રક. ૩૮, પૃ. ૩૬ ૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org