________________
એકતાલીશમું ]
આ॰ અજિતદેવસૂરિ
તેમના નામનું તત્કાલીન ભાષાનું એક સૂક્ત મળે છે रे रक्खर लहु जीव, चडवि रणइ मयगल मारइ, न पीइ अणगल नीर, हेलि रायह संहारइ, अवर न बंधइ कोइ सघर रयणभर बंधइ, परनारी परहरइ, पर रायह लच्छी संघ, ए कुमारपाल कोपई चडिओ, फोडइ सत्तकडाह जीम । जे जिणधम्म न मन्नसीई, तीह विचाडिसु तिम ||
(૫૦ કુલસાગરગણિના ‘ઉપદેશસાર સટીક' ઉપ ૩૨, સ’૦ ૧૬૬૨, પ્રક૦ ૩૫, પૃ૦ ૧૦૬) મંત્રી આંખડને દૃઢ સકલ્પ હતા કે, દેવ તરીકે વીતરાગને, ગુરુ તરીકે આ॰ હેમચંદ્રસૂરિને અને સ્વામી તરીકે ગૂર્જરેશ્વર કુમારપાલને જ નમવું.
સં૦ ૧૨૧૩ માં શત્રુજયના મેોટા જીણોદ્ધાર પ્રસંગે તેણે શત્રુ જયની પશ્ચિમ દિશાની પાજ બધાવી હતી, જે આજે ઘેટીની પાગ તરીકે પ્રસિદ્ધ છે.
મહામાત્ય આંખડ રાજા કુમારપાલની આજ્ઞાથી કાંકણના શિલાહાર કુલના રાજા મલ્લિકાર્જુન, જેને રાજપિતામહનું બિરુદ્ઘ હતું, તેને જીતવા માટે સૈન્ય લઈ કાવેરી નદીને પાર કરીને સામે કિનારે પહેાંચ્યા, પણ તેની સેના વ્યવસ્થિત થઈ પડાવ નાખે તે પહેલાં જ મલ્લિકાર્જુને તેની ઉપર ઓચિંતા હલ્લા કરી, તેની સેનાને છિન્નભિન્ન કરી મૂકી. આથી મંત્રી આંબડ હાર પામીને પાટણ પાછો આવ્યા. રાજાએ સ૦ ૧૨૧૭ માં ફરીથી મલ્લિકાર્જુનને જીતવા માટે મહામાત્ય આંખડને મેકલ્યા. તેની સાથે પરમાર ધારાવર્ષાદેવ વગેરે માંડિલકા તથા સામતાને પણ મેાકલ્યા. તેણે કાવેરી ઉપર પૂલ ખાંધીને સેનાને પાર ઉતારી, વ્યવસ્થિત રીતે ગોઠવી મલ્લિકાર્જુનની સાથે યુદ્ધ કર્યું. પોતે જાતે જ સાહસ કરીને મલ્લિકાર્જુનના હાથી ઉપર ચડી જઈ મલ્લિકાર્જુનને નીચે પાડચો અને તે તેનું મસ્તક
Jain Education International
૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org