SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીશમું ] આ અજિતદેવરિ ૧૩ આદરભર્યો સત્કાર થવા લાગ્યું. રાજા રાણી હમેશાં તેમને ઉપદેશ સાંભળતા અને તેમને ગુરુ માનતા. ગૂર્જરેશ્વર રાજા કુમારપાલે આચાર્યશ્રીને ઉપદેશથી સં૦ ૧૨૦૭ માં પ્રભાસપાટણના સોમનાથ મંદિરને પાયાથી શિખર સુધીને જીર્ણોદ્ધાર કરવાને સંકલ્પ કરી તેમનાથના મંદિરની ધ્વજાઓ ચડે ત્યાં સુધી માંસ-મદિરાને ત્યાગ કર્યો, પછી સાત વ્યસને પણ છેડ્યાં. સં. ૧૨૦૮માં સમસ્ત રાજ્યભરમાં અમારિપટલ વગડા. જુગાર સર્વથા બંધ કરાવ્યું અને સં૦ ૧૨૧૧ માં પ્રભાસપાટણમાં મહાદેવની પ્રતિષ્ઠા કરાવી. આચાર્યશ્રી એ પ્રતિષ્ઠા પ્રસંગે પ્રભાસપાટણ પધાર્યા. ત્યાંના પાશુપતાચાર્ય મહંત ભાવ બૃહસ્પતિએ આચાર્યશ્રીને હાથ ઝાલી તેમને શિવાલયમાં પ્રવેશ કરાવ્યું. આચાર્યશ્રીએ ત્યાં શિવપુરાણની વિધિ મુજબ મહાદેવનું આહ્વાન, અવગૂઠન, મુદ્રા, ન્યાસ અને વિસર્જન કરી અંતિમ સ્તુતિપાઠ ઉચ્ચાર્યો– यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान् एक भगवन् ! नमोऽस्तु ते ॥ (-અગવ્યવદિકા, ૦ ૩૧) भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै । . (-મહાદેવસ્તોત્ર, લે. ૪૪) –જે તે સમયે, જેવા તેવા, જે તે નામથી જે તે છે, પણ હે ભગવન! તમે જે દેષ રહિત હો તે તમને એકલાને જ નમસ્કાર કરું છું. (૧) –જેમણે જન્મ-મરણના અંકુરાને ઉગાડનારા રાગ વગેરે દેને નાશ કર્યો છે તેવા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ કે જિનેશ્વર જે હે તેઓને નમસ્કાર થાઓ. (૨) મહામાત્ય વાહડે સં. ૧૨૧૩ માં શત્રુંજય તીર્થને માટે ઉદ્ધાર કરાવી આ૦ હેમચંદ્રસૂરિના હાથે ભ૦ ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી. 7 , . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy