________________
૬૧૦
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજાએ બ્રાહ્મણોને શિહેર ગામ આપ્યું. શત્રુંજયતીર્થમાં ભ૦ ઋષભદેવની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. ગિરનારતીર્થના જીર્ણોદ્વારની પૂરી રકમ આપી. તીર્થમાં યાત્રિકોએ પાળવાના નિયમ બનાવ્યા. ભ. શ્રી નેમિનાથ, અંબિકાદેવી તથા અવલોકનશિખર (પાંચમી ટૂંક)માં ભ૦ નેમિનાથનાં દર્શન-પૂજન કર્યા, અને પ્રભાસપાટણ જઈ સેમિનાથ મહાદેવની યાત્રા કરી.
(-જૂઓ પ્રક. ૩૫, પૃ. ૯૪, લ્પ, ૯૭) આચાર્યશ્રીએ અહીં શિવાલયમાં મહાદેવના ગુણેનું પ્રતિપાદન કરતી સ્તુતિ કરી यत्र तत्र समये यथा तथा,
योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान् एक एव भगवन् ! नमोऽस्तु ते ॥३१॥
(–અગવ્યવચ્છેદિક, લે. ૩૧) રાજાએ અહીં ઘણું દાન કર્યું.
આચાર્યશ્રીએ કેડીનાર જઈને અઠ્ઠમતપ કરી અંબિકાદેવીને આરાધી અને રાજાના સંતાન માટે પૂછ્યું. દેવીએ જણાવ્યું કે, “જાના ભાગ્યમાં પુત્ર નથી, પણ તેના પછી કુમારપાલ ગુજરાતને રાજા થશે, જે રાજ્યને વધારશે, ભગવશે અને માટે પરમહંતશ્રાવક થશે.”
* આચાર્યશ્રીએ સિદ્ધરાજને આ વિગત જણાવી. રાજા ત્યાંથી નીકળી રાજધાનીમાં આવ્યો. તેણે પાટણના જ્યોતિષી, મંત્રવાદી અને નિમિત્તિયાઓ વગેરેને પૂછીને ખાતરી કરી તે આચાર્યશ્રીની ભવિષ્યવાણી સર્વથા સાચી હતી. હવે તેને નિર્ણય બંધાયો કે, તેની પછી ત્રિભુવનપાલને પુત્ર કુમારપાલ ગુજરાતને મહાન રાજા થશે.
(જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૧૦૦) આચાર્યશ્રી સં. ૧૧૯૨ની સાલમાં ખંભાતમાં ચતુર્માસ વિરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org