________________
૬૦૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજો [ પ્રકરણ
મુનિ સેમચંદ્ર સરસ્વતીના આ વરદાનથી ખુશ થઈ તેમણે કાશ્મીર જવાનું મુલતવી રાખ્યું.
એક એવી માન્યતા છે કે, આ દેવીના વરદાનની ઘટના અજારી તીર્થમાં બની હતી.
આ૦ હેમચંદ્રસૂરિને દૈવી સહાય હતી, એ અંગે પણ એક કિંવદંતી મળે છે કે, આ દેવચંદ્રસૂરિ, મુનિ સેમચંદ્ર અને મુનિ મલયગિરિ—એ ત્રણેએ એક ભેંયરામાં નગ્ન રહી કુમારીઆ ગામના શ્રીમાળી શેઠની પવિની સ્ત્રીને પિતાની સામે નગ્ન ઊભી રાખી દેવીનું ધ્યાન કર્યું. ત્યાં શેઠને ખુલ્લી તરવારે ઊભા રાખ્યા અને તેમને સૂચના આપી રાખી કે, “અમારામાંથી જે કઈ ચલાયમાન થાય તેનું માથું તારે તરવારથી ઉડાડી દેવું. તેઓએ ૧૦ દિવસ સુધી એ પ્રકારે ધ્યાન ધર્યું. તેઓના બ્રહ્મતેજથી અને ધ્યાનના આકર્ષણથી અગિયારમા દિવસે દેવ પ્રત્યક્ષ થયા. દેવે વરદાન આપ્યું કે, “આ દેવચંદ્રસૂરિને બાવન વીરે વશમાં રહેશે. મુનિ સેમચંદ્રસૂરિ રાજાને પ્રતિબંધ કરી શકશે અને મુનિ મલયગિરિ સિદ્ધાંતની વૃત્તિઓ બનાવી શકશે.” આમાં શ્રીમાલી શેઠને કરોડ રૂપિયાને લાભ થયે અને બધાયે ત્યાંથી વિહાર કરી રેવતાવતાર તીર્થની યાત્રાએ ગયા.
(-સહમકુલપટ્ટાવલી, વીરવંશાવલી) એક ગામમાં એક શ્રીમંતને પુત્ર અંતરાયકર્મના ઉદયથી નિર્ધન બની ગયે હતે. ઘરનું ધન માટી અને કેલસા બની ગયું હતું. આથી તે દુઃખી હતે. મુશ્કેલીથી પિતાને નિર્વાહ ચલાવતો હતો. તેણે પિતાના ઘરના ભેંયરામાંથી કચરો કાઢી ઘરના એકના એક ખૂણામાં રાખી મૂક્યો હતો. એવામાં આચાર્ય શ્રી વિહાર કરતા કરતા તે ગામમાં પધાર્યા અને શેઠના પુત્રના ઘેર ગોચરી માટે પધાર્યા.
શેઠના પુત્રે ઘણું આદરથી આચાર્યશ્રીને ઘેંસ વહોરાવી. બાલમુનિ સોમચંદ્ર ઘરમાં અને ચોકમાં નજર ફેરવી તો તેમને પેલો કચરાને ઢગલે સોનાને દેખાયો. તેમને વિચાર આવ્યો કે આ ગૃહસ્થ કરોડપતિ હે જોઈએ, પરંતુ ગેચરીમાં ઈંસ જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org