SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીસમું ] આ અજિતદેવસૂરિ ૫૯૧ આદેશથી સં૦ ૧૨૪રમાં કુમારવિહારને જીર્ણોદ્ધાર કરાવ્યું. સં. ૧૨૫૬ના જેઠ સુદિ ૧૧ના રોજ આ૦ પૂર્ણચંદ્રસૂરિના હાથે તેના દંડ-કળશ, વિજા-તરણ વગેરેની પ્રતિષ્ઠા કરાવી હતી. સં. ૧૨૭૯ માં તેઓ પિતાને દેવસૂરિગચ્છના બતાવે છે. (-ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાટ ૨, લેટ ૬૨૨) તેમણે સૂરિમંત્રગર્ભિત–લબ્ધિસ્તોત્ર પ્રાકૃત ગાથા ૧૫ અને શત્રુંજય ઉપર પાંચ ઉપવાસ કરીને સૂરિમંત્રકલ્પનું “દુગપદવિવરણ (ઝં: ૨૩૮) રચ્યું છે. ૪૩. આ રામભદ્રસૂરિ–તેમણે સં. ૧૨૬૮માં દિવાળીના દિવસે કુમારવિહારના રંગમંડપ ઉપર સ્વર્ણકળશની પ્રતિષ્ઠા કરી હતી. તેમનું બીજું નામ આ૦ રામચંદ્ર પણ મળે છે. ' (–પ્રાચીન જૈનલેખસંગ્રહ, ભાગ ૨, લેખાંકઃ ૩૫ર, જાલેરલેખ) ૪૪. આ જયમંગલસૂરિ–તેમણે દુઃસાધ્ય મંત્રી થશેવીરની પ્રશંસાના લોકો રચ્યા છે. મારવાડમાં આવેલી સુધાની પહાડી પર જાલેરના રાજા ચાચિગદેવ (સં. ૧૩૦૯થી ૧૩૩૪) વાળી પ્રશસ્તિ, અપભ્રંશ ગુજરાતીમાં “મહાવીર જન્માભિષેક પદ્ય : ર૭, “કવિશિક્ષા ગ્રંથ તથા “ભદિકાવ્યની ટીકા” રચી છે. ૪૫. આ સેમચંદ્રસૂરિ–તેમણે સં. ૧૩૨માં “વૃત્તરત્નાકરીની સુબોધિનીવૃત્તિ રચી છે. દેવાનંદિત –૪રમા આ૦ શીલભદ્રના સંતાનીય શ્રાવની સં. ૧૨૧૪માં જે મૂર્તિ બની હતી તે આજે મહેસાણાના મોટા દેરાસરમાં વિદ્યમાન છે. (વિશેષ માટે જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૬૯) ૧૪. નાગોરીવડગચ્છ – નાગોરી તપાગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ. ૪૨. આ૦ પદ્મપ્રભસૂરિ–તેમણે સં૦ ૧૨૨૧માં “ભુવનદીપકગ્રહ ભાવપ્રકાશ” નામે પ્રશ્નગ્રંથ રચ્યું છે. આ સિંહતિલકસૂરિએ તેના ઉપર સં૦ ૧૩૨૬માં “ભુવનદીપકવૃત્તિ રચી છે. આ આચાર્ય નાગેર–સાંભર તરફ વિશેષ વિચરતા રહ્યા હોવાથી તેમની પરંપરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy