SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીશમું ] આ॰ અજિતદેવસૂરિ ૫૩ તથા આ વાદિદેવસૂરિ એમ વિવિધ નામેાથી વિખ્યાત થયા. આ દેવસૂરિએ પેાતાની ફ્રાઈ ને દીક્ષા આપી, તેનું નામ સાધ્વી ચ'દનબાલા રાખ્યું. આ॰ દેવસૂરિના કુટુંબમાંથી માતા, પિતા, ભાઈ.. વિજય, અને એન સરસ્વતીએ તેમજ વિમલચદ્ર વગેરેએ તે પહે લેથી દીક્ષા અંગીકાર કરી હતી. શેઠ ઉદયને મેાળકામાં શ્રીસીમધરસ્વામીની પ્રતિમા ભરાવી. તેની અંજનશલાકા કરવા માટે અઠ્ઠમ તપ કરી શાસનદેવીને પૂછ્યું. દેવીએ જણાવ્યું કે, આ દેવસૂરિ યુગપ્રધાન છે. તેમના હાથે આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવજે, આ॰ દેવસૂરિએ તે શેઠની વિનતિથી ધેાળકામાં આવીને સ૦ ૧૧૭૫માં તે પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી, જે સ્થાન ‘ ઉદ્ઘાવસહી ’ના નામથી પ્રસિદ્ધ થયું. ૧ આ આચાર્યશ્રીએ નાગેાર તરફ વિહાર કર્યાં. તેઓ સપરિવાર આમ્રૂતીમાં પધાર્યા. પહાડ ઉપર ચડતાં રસ્તામાં મહેતા અખા પ્રસાદને સાપ કરડયો હતા, પણ આચાર્યશ્રીના પદ્મપક્ષાલન કરેલા પાણીથી તેનુ તે ઝેર ઊતરી ગયું. સૌએ આનંદપૂર્વક ઉપર જઈ ને ભ॰ ઋષભદેવની યાત્રા કરી. અહીં અબિકાદેવીએ પ્રત્યક્ષ થઈ આચાર્યશ્રીને જણાવ્યું કે, ‘ગુરુદેવનું આયુષ્ય માત્ર ૮ મહિના બાકી છે. તે! તમે પાછા ફ અને પાટણ પધારો. ’ આથી આચાર્યશ્રી વિહાર કરી પાટણ પધાર્યા. અને આ॰ મુનિચંદ્રસૂરિએ સ૦ ૧૧૭૮ના કાર્તિક વદ્ધિ પના દિવસે પાટણમાં વિધિપૂર્વક અનશન આદરી સ્વર્ગવાસ કર્યો. આ દરમિયાન ભાગવતદ્દનના ઉભટ વિદ્વાન દેવએધિ પાટણમાં આવ્યા. તે વાદમસ્ત હતા. તેણે રાજસભાના દરવાજે પાટિયું લટકાવી તેમાં નીચેના બ્લેક લખ્યા : -દ્વિ-ત્રિ-ધતુ:-પશ્ચ-મેનમનેન ા ? 1 देवबोधे मयि क्रुद्धे षण्मेनकमनेन कः ? ॥' ૧. મત્રી બાહડે છે.ળકામાં ઉદાવસહીના સ્થાને ઉદયવિહાર ’ની સ્થાપના કરી હતી. Jain Education International For Private & Personal Use Only . } www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy