SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસભાગ રજો [ પ્રકરણ આઠ વર્ધમાનસૂરિએ શ્રીધર્મદાસગણિની “ઉપદેશમાલા”ની મેટી ટીકા, સં. ૧૦૫૫ માં ખંભાતમાં, “ઉપદેશપદની ટીકા તથા “ઉપમિતિભવપ્રપંચનામ સમુચ્ચય” આદિ ગ્રંથની રચના કરી છે. વડગચ્છના ઉપાઠ આગ્રદેવગણિએ નાગૅદ્રગચ્છના પં, પાધિંલ્લગણિની પ્રેરણાથી “ઉપદેશપદ”ની ટીકાની પહેલી પ્રતિ લખી, તેની પુષ્યિકામાં તેઓ જણાવે છે કે –“આ૦ વર્ધમાનસૂરિ પ્રશંસાવિમુખ હતા અને મહાવ્રતી હતા. તેમના દિલમાં જિનાગમની ભાવના ઠાંસી ઠાંસીને ભરેલી હતી. તેમણે પોતાના કર્મક્ષય નિમિત્તે આ ટીકા રચી છે. (જૂઓ, જૈનસત્યપ્રકાશ, . ૧૧૬) આ પ્રભાચંદ્રસૂરિ જણાવે છે કે, આ વર્ધમાનસૂરિ જૈનદર્શન અને જૈનસંઘના આધારસ્તંભ હતા, લોકોમાં વ્યાપેલાં કુવ્યસનને દૂર કરનારા હતા. (જૂઓ, પ્રભાવક ચરિત-પ્રશસ્તિ) આ૦ વર્ધમાનસૂરિ ઉપર્યુક્ત પ્રશંસાને લાયક હતા એ તેમના ગ્રંથિમાંથી પણ તરી આવે છે. વળી, એ પણ ચોક્કસ વાત લાગે છે કે, તે સમયે રાજગચ્છ, નાગૅદ્રગઅ૭, થારાપદ્રગચ્છ, પૂર્ણતલ્લગચ્છ, માનદેવગછ અને વડગચ્છમાં પરસ્પર ઘણે નેહભાવ પ્રવર્તતે હતો. સંભવ છે કે, તેઓ સં. ૧૧૦૦ લગભગમાં સ્વર્ગ સંચર્યા હશે. આ આચાર્યની પાટે આ૦ શાલિભદ્ર, આ૦ દેવેંદ્ર વગેરે પટ્ટધરે થઈ ગયા, તે પછીની પટ્ટાવલીમાં કંઈક જટિલતા છે. (૧) આ દેવભદ્ર સં૦ ૧૨૪૨ માં લખે છે તે મુજબ–૮. આ૦ વર્ધમાન, ૯. આ દેવચંદ્ર, ૧૦. આ૦ ચંદ્રપ્રભ, ૧૧. આ. ભદ્રેશ્વર થયા. (જૂઓ, સિર્જસચરિયું) (૨) આ૦ જયસિંહસૂરિ સં. ૧૨૧૫માં જણાવે છે તે મુજબ– ૮. આઠ વર્ધમાન, ૯. આ ચંદ્રપ્રભ, ૧૦. આ૦ ભદ્રેશ્વર થયા. (જૂઓ, જબૂદવસમાસની વૃત્તિ-વિનેયજનહિતા) (૩) આ૦ બાલચંદ્રસૂરિ સં. ૧૨૮માં જણાવે છે તે મુજબ– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy