SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૨. શ્રાવકે સાધુની જેમ ચૈત્યવંદન ન કરે. ૯. ઉપધાન-માલારેપણ કરવાં નહીં. ૭. રાતે જિનપૂજા તેમજ પૂજામાં નૃત્ય ન કરવું. ૯ નવકાર અને સુમેન્થ શું વગેરે સૂત્રોમાં પાઠફેર કરે છે. ૧૧૨. ચેમાસી-પાખી પૂનમે કરવી. ૧૧૭. છેલ્લે બેલ છે. (જૂઓ, આ૦ મહેન્દ્રસૂરિકૃત “શતપદી') શંખેશ્વરગચ્છ, નાણાવાલગચ્છ અને નાડોલગચ્છના વલભીગ પણ ઉપર્યુક્ત સામાચારીને સ્વીકાર કર્યો. તેમના ઉપદેશથી શેઠ યશોધને ભાલેજમાં વિશાળ જિનાલય બંધાવ્યું. તેમાં ક્ષેત્રપાલ વ્યંતર નડતર કરતો હતો. આથી આચાર્યશ્રીએ આકર્ષણી વિદ્યા અને ખંભિની વિવાથી તેને કાબૂમાં લીધે અને જિનાલયના કાર્યમાં મદદગાર બનાવ્યું. શેઠની સમ્મતિથી દેરાસરના દરવાજામાં તેણે ક્ષેત્રપાલની ચાર હાથવાળી મૂર્તિ બનાવીને બેસાડી. આચાર્યશ્રીના ઉપદેશથી શેઠ યશેલને શત્રુંજયને છ'રી પાળતો યાત્રાસંઘ કાઢયો. રસ્તામાં મહાકાલીદેવીએ આચાર્યશ્રીની બે વાર પરીક્ષા કરી. બંને પ્રસંગે ખેડામાં બન્યા. એક વખત જ્યારે આહાર તૈયાર હતો ત્યારે વહેરવા જતાં તેમણે તે દેવપિંડ છે એમ જાણી લઈ તે આહાર ન લીધે અને બીજી વખતે જ્યારે સંઘનો પડાવ ખેડામાં હતો ત્યારે આચાર્યશ્રીની સામે સેનાને થાળ ધરવામાં આવ્યું. આચાર્યશ્રીએ નિઃસ્પૃહતાથી તે થાળ લીધે નહીં પરંતુ તેમાંની એક સેનામહોર લઈ કઈ શ્રાવકને સાધારણ ખાતામાં વાપરવા આપી દીધી. ત્યારથી દેવીએ વિધિપક્ષગચ્છની રખેવાળી કરવાનું વચન આપ્યું. તે દેવીએ સાથેસાથે એ પણ જણાવ્યું કે, “તમે એક સેનામહોર લીધી છે તેથી તમારા ગચ્છને એક શ્રાવક જરૂર લખપતિ બની રહેશે.” - આચાર્યશ્રીના જીવનમાં પણ વાયડગછના આ જીવદેવસૂરિ ની પેઠે ગાયની ઘટના બનેલી જોડવામાં આવી છે. સં. ૧૧૭૨ માં તેઓ પારકરના સુરપાટણમાં પધાર્યા. ત્યાં મરકીને ઉપદ્રવ થયે હતે. તે તેમણે શાંત કરી દીધું. ત્યાંના પરમાર રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy