________________
૫૦૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
અંચલગચ્છનીપટ્ટાવલીમાં તેમને સં૦ ૭૦૦ માં થયેલ આ રવિપ્રભની પરંપરાના ચેથા પટ્ટધર બતાવ્યા છે, તેમને વડગચ્છના સ્થાપક દર્શાવ્યા છે અને સંવત ૭૨૩ ને બતાવ્યું છે, એ વાત બરાબર નથી. આ આચાર્ય શંખેશ્વરગ૭ના ચૈત્યવાસી હતા. જ્યારે વડગ૭ના આચાર્ય વિહક શાખાના સંવેગી આચાર્ય હતા, જેઓ સં. ૫ માં થયા હતા એટલે એ બંને આચાર્યો જુદા જુદા હતા.' આ આચાર્યની પરંપરામાં થયેલા શંખેશ્વર, લેહિયાણુ, નાણું, નાડોલ, વલભી વગેરે ગ૭ના આચાર્યોના મઠે સંભવતઃ ચંદ્રાવતીમાં હતા. - વટેશ્વરગ૭ના દાક્ષિણ્યચિહ્ન આ ઉદ્યોતનસૂરિ વિ. સં. ૮૩૫ માં થયા, તે પણ ઉપર્યુક્ત આચાર્યોથી ભિન્ન હતા.
(પ્રક૨૭, પૃ. ૪પ૧) (૨) સર્વદેવસૂરિ—તેઓ સં. ૭૨૩ માં શંખેશ્વરમાં ચતુર્માસ રહ્યા હતા. લોહિયાણાને સેલંકી રાજા વિજયંત મેટાભાઈ જયંતે લહિયાણાનું રાજય ખૂંચવી લેવાથી બેન્નાતટ (બેણપબંદર)માં નાના પાસે આવ્યું અને ચોમાસુ શાંતિથી પસાર કરવા માટે શંખેશ્વરમાં આવી રહ્યો, તેણે આચાર્યશ્રીને ઉપદેશ સાંભળી સં૦ ૭૨૪ ના માગશર સુદિ ૧૦ ના રોજ જૈનધર્મ સ્વીકાર્યો, જ્યારે તે લહિયાણાને રાજા બને ત્યારે આચાર્યશ્રીને લોહિયાણામાં પધરાવી સમજણપૂર્વક બાર વ્રતધારી શ્રાવક બનાવ્યું. તેણે લેહિયાણામાં જૈન મંદિર તથા પિષિાળ બનાવી. આ સર્વદેવસૂરિ સં૦ ૭૪પમાં સ્વર્ગસ્થ થયા.
વડગચ્છના મુખ્ય આઠ સર્વદેવ ઉપર્યુક્ત સર્વદેવાચાર્યથી જુદા આચાર્ય હતા. તેઓ સં. ૧૦૧૦ માં વિદ્યમાન હતા. તેમના પ્રપટ્ટધર આ સર્વદેવસૂરિ સં. ૧૦૩૭માં સ્વર્ગસ્થ થયા. (પ્ર. ૩૬, ૩૮)
(૩) આ પદ્યદેવસૂરિ—તેઓ વાદી હતા. તેમણે સાંખ્ય વાદીઓને હરાવ્યા હતા, તેથી તેઓ સાંખ્યસૂરિના નામથી પણ ખ્યાત હતા.
૧. કોઈ કોઈ ગ્રંથકાર ભ્રમથી ગુપ્ત સંવત , ભાટ સંવત, શક સંવત અને વિક્રમ સંવતને એક માની લે છે. તેમજ વટેશ્વરને અને વડગ૭ને પણ એક માની લે છે. અહીં પણ તેમ બન્યું હોય તે ના નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org