SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ t પ્રકરણ ૫૮. ભ૦ જિનસાગર–તેઓ આચાર્યાયગચ્છના પ્રથમ આચાર્ય હતા. ભ૦ જિનરાજ તથા ભ૦ જિનસાગર એ બંનેએ સં૦ ૧૬૭૪ માં મેડતામાં એકીસાથે ભટ્ટારકપદ મેળવ્યું. તેમણે સં૦ ૧૬૭૫માં શત્રુંજયતીર્થ પર સવા સમજીની ચૌમુખની ટૂંકમાં ભ૦ ૨ષભદેવજીની ચૌમુખ વગેરે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. આ જિનસાગર કાવ્ય-સાહિત્ય અને ન્યાય વગેરે વિષયના વિદ્વાન હતા. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૨૦ના જેઠ વદિ ૩ના રોજ અમદાવાદમાં થયે. ૫૯. ભ૦ જિનધર્મ–તેમણે શત્રુ જયની યાત્રામાં છઠ્ઠ અટ્ટમ વગેરે તપ કર્યા હતાં. તેઓ સર્વદેશમાં વિચર્યા હતા. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૪૬ના મહા વદિ ૮ના રેજ લૂણુકરણસર નગરમાં થયે હતો. ૬૦. ભ૦ જિનચંદ્ર–તેમને સ્વર્ગવાસ સં. ૧૭૯૪ના જેઠ સુદિ ૧૫ના રોજ બિકાનેરમાં થયું હતું. ૬૧. ભ૦ જિનવિજય–તેમને સ્વર્ગવાસ સં. ૧૭૯૭ના આ વદિ ૬ના રોજ જેસલમેરમાં થયું હતું. ૬૨. ભ૦ જિનકીતિ–તેમણે પૂર્વદેશની યાત્રાઓ કરી હતી. મકસૂદાબાદમાં ત્રણ ચતુર્માસ ગાળ્યાં હતાં. તેમને સ્વર્ગવાસ સં. ૧૮૧ન્ના રેજ બિકાનેરમાં થયો હતો. ૬૩. ભ૦ જિનમુક્તિ-તેમણે બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. સેળમા વર્ષે ભટ્ટારકપદ મળ્યું હતું અને એકવીશમા વર્ષે સં ૧૮૨૪ના આરે વદિ ૧૨ના રોજ જેસલમેરમાં સ્વર્ગવાસ થયે હતે. ૬૪. ભ૦ જિનચંદ્ર–તેઓ વ્યાકરણ તથા સિદ્ધાંતના વિદ્વાન હતા. બિકાનેરને રાજા તેમને ભક્ત હતે. શ્રીસંઘે આ ભટ્ટારક તથા ભટ્ટારકશાખાના ભ૦ જિનચંદ્ર વચ્ચે મેળ કરાવ્યું હતું. આ ભટ્ટારક ૭૨ વર્ષની ઉંમરે એટલે સં. ૧૮૭૫ના કાર્તિક સુદિ ૧૫ના રેજ જેસલમેરમાં સ્વર્ગે ગયા હતા. ૬૫. ભ૦ જિનદય–તેમણે સં. ૧૮ટ્સમાં મંદસરમાં અને સં. ૧૮૯૭ના વૈશાખ સુદ ૬ના રોજ બિકાનેરમાં જિનપ્રતિમાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy