SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ો [ પ્રકરણ આપ્યું છે તે મને પણ દરસાલ અષાડ સુઢિ ૯ થી અષાડ સુદિ ૧૫ સુધીની અઠ્ઠાઈમાં કાઈ કાઈ જીવને મારે આપવું જોઈ એ. નહીં એવું ક્રમાન અસલી વાત એ છે કે, જ્યારે પરમેશ્વરે મનુષ્યાને ખાવું વગેરે કામ માટે જુદા જુદા પદાર્થ બનાવ્યા છે તે આદમીએ કયારેય કાઈ પ્રાણીને દુઃખ આપવું ન જોઈએ. નહીં તેા આદમી પેાતાના પેટને પશુઓનુ મસાણ બનાવે એ વ્યાજબી નથી. હાલમાં આ૦ જિનસિંહસૂરિ એટલે ઉ૦ માનસિંહે અરજી કરી છે કે પહેલાં આ મતલબનાં ફરમાના નીકળી ચૂકયાં છે પરંતુ તેની નકલા ગૂમ થઈ છે. તેની આ અરજથી હું એ જ મતલબનું આ ફરમાન આપું છું. સૌએ આ હુકમનુ ખૂબ પાલન કરવું. આના નિયમેામાં ગડબડ કરવી નહીં. ઈલાહી સન ૪૯ ખુશ્ર્વાદ મિતિ ૩૧. શા આ ફરમાન પ્રયાગની હિંદી માસિક પત્રિકા સરસ્વતીના ઈસ૦ ૧૯૧૨ ના ખૂનના (ભાગ : ૧૩, સખ્યા : ૬) અંકમાં પ્રકાશિત થયું છે. ફારસી ભાષામાં પ્રકાશિત થયું છે અને જોધપુરનિવાસી મુશી દેવીપ્રસાદજીએ તેના હિંદી અનુવાદ કર્યાં છે. (કૃપારસકાશ સ`સ્કરણ બીજાની શ્રી જિન વિજયજીની પ્રસ્તાવના, પૃ. ૩૧ થી ૩૯) ૫૭. ભ૦ જિનસિંહું—તે ગણધર ચોપડાગોત્રના ચાંપસી તથા તેમની પત્ની ચતુરાદેના પુત્ર હતા. તેમના સ૦ ૧૬૧૫ ના માહ સુદિ ૧૫ ના રાજ ખેતાસરમાં જન્મ થયેા હતેા. તેમનું નામ માનિસંહ હતું. સ૦ ૧૬૨૩ માં તેમણે ખિકારમાં દીક્ષા લીધી. તેમને સ૦ ૧૬૪૦ માં જેસલમેરમાં વાચકપદ, સ૦૧૬૪૯ ના ફાગણ સુદ ૨ ના રાજ લાહેારમાં આચાર્ય પદ્મ મળ્યું અને સં ૧૬૭૪ ના પોષ સુદિ ૧૩ ના રાજ મેડતામાં તેમના સ્વર્ગવાસ થયા. આ અરસામાં સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રગટયા અને કાપરડા તીર્થની સ્થાપના થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy