________________
४८४
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ બાદશાહી ફરમાન
સમ્રાટ અકબર અને તેના ઉત્તરાધિકારી બાદશાહએ જેનાચાર્યોને જુદી જુદી બાબતો માટે અવારનવાર ફરમાને આપ્યાં છે. શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી “સૂરીશ્વર અને સમ્રામાં, બળજબરીથી નાશ કર્યો અને પછી નવી વંશાવલીઓ અને નવો પદાવલીઓ, તૈયાર કરાવી. (–મહાજ મુક્તાવલી) એટલે જૈન ઇતિહાસને ધક્કો પહે, પણ ખુશીની વાત છે કે, તે કુલગુરુઓએ બીજા બીજા શહેરના ગ્રંથભંડારો તથા ગાદીઓની વહીઓના આધારે વહીઓ અને વંશાવલીઓ વ્યવસ્થિત કરી લીધી. આજે વિભિન્ન ગની જે પટ્ટાવલીઓ મળે છે તે આ ઘટના પછીની મળે છે.
(૨) મહત્ત્વાકાંક્ષી આ૦ બાલચંદ્ર જેમ રાજા અજયપાલ સોલંકીની તરફેણ કરી હતી તેમ મંત્રી કર્મચંદ્ર બછાવતે શાહજાદા ખુશસની તરફેણ કરી હતી પણ તેમાં તેમને સફળતા મળી નહીં. બાદશાહ જહાંગીરને આ રમતની ખબર પડી ત્યારે તેણે આ રમતના ખેલાડી રાજા રાયસંહ અને મંત્રી કર્મચંદ્રના વંશનું તેમના અંગત માણસ પાસે જ નિકંદન કઢાવ્યું. તેમજ ખરતરગચ્છના યતિઓને વિહાર દિલ્હી અને આગરાના પ્રદેશમાં બંધ કરાવ્યા. (-તુજુકે જહાંગીર) ખુશીની વાત એ છે કે, આ જિનચંદ્ર, મહા વિવેકહર્ષગણિ, પં. મહાનંદ, ૫૦ પરમાનંદ વગેરે આગરામાં બાદશાહ જહાંગીરને મળ્યા અને તેમને સમજાવીને યતિવિહાર ખુલે કર્યો.
(૩) ઋષિ રઘુનાથ લખે છે કે, બિકાનેરમાં ૨૭ મહેલાઓ વસેલા છે. તે પૈકીના ૧૩ મહેલાઓ ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ તરફના છે અને ૧૪ મહેલા ભ૦ મહાવીર સ્વામીના જિનાલય તરફના છે ત્યાં સં. ૧૬૪૦ સુધીમાં કઈ ઝગડે નહતો. પણ મંત્રી કર્મચદ્ર રાજા રાયસિંહના રાજકાળમાં ૧૩ મહેલાઓમાં ખરતરગચ્છના ભટ્ટારકો માટે વાજાં વાગે બીજાઓ માટે વગાડી ન શકાય એવી મર્યાદા બાંધી હતી અને ઠાકરશી વેદે રાજા સુરસિંહના રાજકાળમાં ૧૪ મહેલ્લામાં કવલાંગચ્છના ભટ્ટારકો માટે વાજા વાગી શકે, બીજાઓ માટે ન વગાડી શકાય એવી મર્યાદા બાંધી આપી હતી. તપાગચ્છ, લોકાગચ્છ વગેરેના આચાર્યો આવે ત્યારે ૨૭ મહોલ્લામાં વાજાં વગાડી શકાત નહીં. તેઓને પ્રવેશત્સવ વાજાં વિના જ થતો હતો. કોઈ આ મર્યાદાને તેડે તો મોટ કલેશ ઊભો થતો.
નાગોરી લોકાગચ્છના ભ૦ સદારંગ સં. ૧૭૬૬ માં બિકાનેર પધાર્યા ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org