SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ રહ્યા હતા અને આ જિનદત્તને પરિવાર સં. ૧૨૦૪ પછી ગુજરાતની બહાર વિચરતે હતે. આ જિનદત્ત ગુજરાત બહાર જ સ્વર્ગસ્થ થયા. તે પછી પણ વિમલવસહીને જીર્ણોદ્ધાર, લુણવસહીની સ્થાપના, વસ્તુપાલને સંઘ અને પ્રતિષ્ઠા, શત્રુંજયને માટે જીર્ણોદ્ધાર વગેરે ધર્મ–ઉત્સમાં એ પરિવારની ઉપસ્થિતિ મળતી નથી એ પણ એક સૂચક વસ્તુ છે. (૧૧) આ જિનવલ્લભે ચિત્તોડ મંદિરની પ્રશસ્તિ અને પ્રશ્નો તર ષષ્ટિશતક તેમજ આ જિનદત્તસૂરિએ ગણધરસાર્ધશતક (ગાથાઃ ૭૬) વગેરેમાં આ૦ જિનેશ્વરસૂરિનાં પ્રશંસાકાવ્યો રચ્યાં છે ખરાં, પરંતુ આ જિનેશ્વરસૂરિથી ખરતરગચ્છ નીકળે એ ઈશારે પણ કર્યો નથી. સુવિહિત આ દેવભદ્રસૂરિએ તેમને “મહાવીરચરિત્ર્ય”માં સ્પષ્ટ લખ્યું છે કે, આ જિનેશ્વરથી ખરતરગચ્છ નહીં પરંતુ વિમલતર એટલે સુવિહિત શ્રમણ-પરંપરા ચાલી છે. - (૧૨) આ જિનદત્તસૂરિ સં ૧૧૬૯ ની પહેલાંના કેઈ પણ ગ્રંથ કે શિલાલેખમાં આ જિનેશ્વરથી ખરતરગચ્છ ની કન્યાને ઉલ્લેખ મળતો નથી. તે પછીના ગ્રંથમાં એ ઉલ્લેખ થયે છે. (૧૩) ઐતિહાસિક પ્રબંધકારે આ જિનેશ્વરને તેમજ આ અભયદેવને પ્રભાવક આચાર્યો માને છે. આ જિનવલ્લભ કે આ જિનદત્તને નહીં. (૧૪) વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી અને બીજી પટ્ટાવલીઓમાં આ જિનેશ્વરસૂરિના ચરિત્ર અંગે મોટે મતભેદ છે. આ અને આ જાતનાં બીજ પ્રમાણેના આધારે નિર્વિવાદ માનવું પડે છે કે, ખરતરગચ્છની સ્થાપનાનું શ્રેયઃ આ૦ જિનેશ્વરને નહીં પરંતુ આ જિનદત્તસૂરિના ફાળે જાય છે. જો કે આ જિનવલ્લભે છે કલ્યાણકની પ્રરૂપણા કરી અને આ જિનદત્ત તેમની પાટે બેઠા પરંતુ આ જિનદત્તે આ જિનવલ્લભની સામાચારીથી ભિન્ન સામા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy