SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ ચાલીશમું ] આ છે મુનિચંદ્રસૂરિ આજથી પાટણના રાજા તથા પ્રજાના દિલમાં સુવિહિત પરંપરાની પ્રતિષ્ઠા જમાવી હતી. માજી રાજા દુર્લભરાજે પણ શાસ્ત્રાર્થ કે તેના વિજયના કારણે નહીં, પરંતુ તેઓની પવિત્ર જીવનચર્યાના કારણે ચૈત્યવાસીઓને બહુમાનથી સમજાવી તેઓની સમ્મતિ મેળવી ઉપાશ્રય બનાવવાની આજ્ઞા આપી, (જૂઓ પ્રક. ૩૫, પૃ. ૮૦) જ્યારે પટ્ટાવલીકાએ આ પ્રસંગે શાસ્ત્રાર્થ કર્યાનું જણાવ્યું છે અને એ વિજયના ઉપલક્ષમાં “ખરતર” બિરુદ ગોઠવી દીધું છે. ૬. ઈતિહાસ કહે છે કે, પાટણમાં સં. ૧૦૭૮ થી સં. ૧૧૨૦ સુધી ભીમદેવ પહેલાનું રાજ્ય હતું, છતાં પટ્ટાવલીકાએ સં. ૧૦૮૦ માં રાજા દુર્લભની સભામાં શાસ્ત્રાર્થ તથા ખરતર બિરુદને વર્ણવ્યાં છે. ૭. શ્રીનાહરજીની પદ્યપાવલીમાં સં. ૧૦૨૪ માં દુર્લભરાય સભામાં, વૃદ્ધાચાર્ય પટ્ટાવલીમાં સં. ૧૦૨૪ માં દુર્લભરાજાના રાજ્યમાં પહેલી અઢારમી સદીની ગદ્યપટ્ટાવલીમાં સં. ૧૦૮૦ માં દુર્લભરાજાની સભામાં, બીજી સં. ૧૮૩૦ની મહેર ક્ષમાલ્યાણની પટ્ટાવલીમાં સં. ૧૦૮૦માં દુર્લભરાજની સભામાં ત્રીજી સં. ૧૬૮૦ની પટ્ટાવલીમાં પ્રાકૃત કવિતના આધારે સં. ૧૦૨૪ માં દુર્લભરાજની સભામાં, શ્રીયુત નાહટાજીના ઐતિહાસિક જૈન કાવ્યસંદેહ”ના પૃ. ૪૫ માં ગાથાઃ ૧૪, ૧૫, ૧૬, માં સં. ૧૨૦૪ માં દુર્લભરાજની સભામાં, સં. ૧૨૯૭ માં ૮૪ વાદય, ખરતર બિરુદ, નાહરજીના ભંડારની પ્રતિમાં સં. ૧૨૦૪ માં પાટણમાં ખરતર બિરુદ મન્યાને ઉલ્લેખ છે. આ રીતે પટ્ટાવલીઓમાં મેટ વિસંવાદ છે. યુગપ્રધાનાચાર્ય ગુર્નાવલીમાં આ૦ જિનેશ્વરસૂરિને ખરતર બિરુદ મળ્યાને ઉલ્લેખ નથી. . ૧. વર્ષાધિ-વક્ષા ગ્ર-શિપ્રમાણે મેડવિ ચૈઃ શરતવિર રૂ ૮ २. दससयचउवीसे वच्छरे ॥ ३. दससयचिहुवीसेहि, नयर पाटण अणहिल्लपुरि, सुविहितखरतरगच्छबिरुद ।।१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy