SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મધુકરગચ્છ-દ્ધપલ્લીગચ્છ– આ જિનવલભસૂરિની પટ્ટાવલી નીચે મુજબ મળે છે, જેનું નામ મધુકરગચ્છ હતું અને ૪૨ નંબરના આ૦ અભયદેવસૂરિ પછી તેનું બીજું નામ રુદ્રપલીય (રુદેલીયા) ગચ્છ પડ્યું. ગ્રંથપુષ્પિકાઓ સ્પષ્ટ નિર્ણય આપે છે કે, ગંગા નદીના દક્ષિણ કિનારે વડહર દેશમાં રુદ્રપલ્લી નગરમાં આવેલું હતું. તેમાં સં. ૧૨૦૭, ૧૨૦૮ માં ગોવિંદદેવ નામે રાજા હતો. ૩૮. આ જિનવલ્લભસૂરિ–તેમના ચૈત્યવાસી ગુરુ તથા સંવેગી ગુરુ એ બંનેનાં નામો “જિન” શબ્દથી શરૂ થાય છે, તેથી આચાર્ય થયા પછી આ૦ વલ્લભસૂરિના નામમાં પણ “જિન” શબ્દ ગઠવવામાં આવ્યું અને તેમના પટ્ટધરોમાં પણ જિન શબ્દ કાયમી બની ગયે. ૩૯. આ જિનશેખરસૂરિ તેઓ પણ કુર્યપુરીય ચૈત્યવાસી આ જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. તે ગુરુની આજ્ઞાથી પ૦ જિનવલલભગણિની સાથે જ આ અભયદેવસૂરિ પાસે સિદ્ધાંત ભણવા આવ્યા હતા અને સંવેગી થતાં આ૦ જિનવલ્લભના શિષ્ય બન્યા હતા. તેઓ આ જિનવલ્લભની પાટે આવ્યા. તેમણે સમ્યકત્વસતિ, શીલતરંગિણી, પ્રશ્નોત્તરરત્નમાલાની વૃત્તિ વગેરે ગ્રંથની રચના કરી છે. તેઓ ખરતરગચ્છની સામાચારીને માનતા નહેાતા. 1. कातन्त्रोत्तरापरनाम-विद्यानन्द [व्याकरण] सं० १२०८ इति विजयानन्दविरचिते कातन्त्रोत्तरे विद्यानन्दापरनाम्नि तद्धितप्रकरणं समाप्तम् ।। (પાટણ, તરવસહીurટવસ્થિતમાઇETIR) दिनकर-शतमिति संख्येऽष्टाधिकाब्दयुक्ते श्रीमद्गोविन्दचन्द्रदेवराज्ये जाह्नव्या दक्षिणकूले श्रीमद्विजयचन्द्रदेवे वडहरभुज्यमाने श्रीनामदेवदक्तजमपुरीदिगविभागे पुरराहपुरस्थितिपौषमासे षष्ठयां तिथौ शौरिदिने वणिग्जल्हणेनात्मजस्यार्थे तद्धितविजयानन्दं लिखितमिति यथा दृष्टं तथा लिखितम् , शुभं भवतु । पं० विजयानन्दकृतं कातन्त्रसंबन्धिकारक-समास-तद्धितपादपञ्जिकायाः कातन्त्रोत्तरः ।। (જેન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ કર, ૬૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy