SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ જે તેત્ર બનાવ્યું છે તે ઉપલબ્ધ છે. પછી તો તેઓ ગુજરાતમાં પધાર્યા, તેમને મહામહોપાધ્યાયની પદવી મળી. તેમણે “ઉત્તરાધ્યયનસૂત્ર'ની ભાવવાહી ટીકા બનાવી. તેત્રમાં અંતરીક્ષ પાર્શ્વનાથને ઐતિહાસિક પરિચય આપે છે. તેમના ઉપદેશથી વેતાંબર સંઘે સં. ૧૭૧૫ માં અંતરીક્ષજી તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો અને મંદિરમાં આ૦ વિજયદેવસૂરિ તથા મહોત્ર ભાવવિજય ગણિની ચરણપાદુકા પધરાવી. અહીં માણિભદ્રવીરની પ્રાચીન સ્થાપના છે. મૂળનાયકજીની અઢીસો વર્ષ પુરાણી ચાંદીની આંગી વિદ્યમાન છે, જે એટલા પુરાણું સમયમાં આંગી બનતી હતી તેને પુરાવા આપે છે, આજે પણ મૂળનાયકની પ્રતિમા નીચેથી જંગલુછણું નીકળી જાય એટલી તે અધર છે. (જૂઓ પ્રક. ૫૮, મહ૦ વિમળહર્ષ ગણિની પરંપરા) એક વાર એક લૂંટારાએ અહીં પાસેના એક ગામમાં લૂંટ ચલાવી ગામ ભાંગ્યું. તે ગામમાં એક જૈન દિગંબર મંદિરમાં તીર્થકરની દિગંબર પ્રતિમાઓ હતી. શ્વેતાંબર સંઘે ભાઈચારાથી તે પ્રતિમા એને શ્રીપુરમાં લાવી મંદિરમાં રાખી અને તે સમયથી દિગંબર જૈન ભાઈઓ પણ અહીં યાત્રાર્થે આવવા લાગ્યા પરંતુ એનું પરિણામ એ આવ્યું કે, દિગમ્બર જેનેને લાલચ લાગી અને તીર્થને પોતાનું બનાવવા તેઓએ ઝગડે શરૂ કર્યો, પરંતુ તેમાં તેમને કેરી નિષ્ફળતા જ મળી. આ તીર્થને વહીવટ આજે બાલાપુરના શેઠ હરખચંદ હૌસીલાલ, પાનાચંદ વગેરે તપાગચ્છને શ્રીસંઘ કરે છે. (–મહાવ ભાવવિજયજી રચિત “અંતરીક્ષ પાર્શ્વનાથમાહાસ્ય ૦ ૧૪૪, તીર્થમાલાઓ, અજાતશત્રુ આ. વિજયકમલસૂરિકૃત અંતરીક્ષ પાર્શ્વનાથ માહાત્મ્ય સં. ૧૯૬૪ ચૈત્ર સુ. ૮ મુઃ અંતરીક્ષ) દક્ષિણમાં ચાર વેતાંબરી તીર્થો વિદ્યમાન છે. (૧) કુલપાકજી, જેનો પરિચય અગાઉ (પ્રક. ૨૮, પૃ. ૪૫૫) માં આવી ગયું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy