SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ આડત્રીસમું ] આ સર્વ દેવસૂરિ ૪૦૫ ૨૩ જિનપ્રતિમાઓ લાવી અહીં પધરાવી. પાટણના મંત્રી ચંડપ્રસાદ તથા મંત્રી વસ્તુપાલે અહીં ભ૦ નેમિનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. આ પ્રમાણોથી એટલું સ્પષ્ટ છે કે, આ દેવેંદ્રસૂરિએ મંત્રબળથી સેરિસાનું તીર્થ સ્થાપન કરેલું છે. (-સેરિસા સ્તવન સં. ૧૫૬૨, જેનસત્યપ્રકાશ, કo : ૩૯) સં. ૧૭૨૧ માં મુસલમાનેએ આ મંદિર તોડી નાખ્યું. આ વિજયનેમિસુરિ અહીં પધાર્યા ત્યારે તેમણે અહીંને ટીંબે સાફ કરાવી પ્રતિમાઓને બહાર કઢાવી. એ સમયે અમદાવાદના નગરશેઠ કુટુંબમાં થયેલા શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ ધનવાન, બુદ્ધિમાન અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં એક કુશળ વહીવટકર્તા આગેવાન વ્યક્તિ હતા. તપાગચ્છીય બાલબ્રહ્મચારી શાંતમૂર્તિ આશ્રી વિજયકમલસૂરિના તેઓ અનન્ય ભક્ત હતા. તેમણે આ નેમિસૂરિના ઉપદેશથી સેરિસામાં વિશાળ જિનપ્રાસાદ તૈયાર કરાવ્યો. તેમને સ્વર્ગવાસ થવાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સં૦ ૨૦૦૨ ને વૈશાખ સુદિ ૧૦ ના રોજ એ. જિનપ્રાસાદમાં આ૦ શ્રીવિજયનેમિસૂરિના હાથે ત્યાંની પ્રતિમા એની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિર વિશાળ છે અને પ્રતિમાઓ ભવ્ય છે. (-જૈન તીર્થોને ઈતિહાસ) પ. તપાગચ્છીય આ ધમષસૂરિ(સં. ૧૩૨૮)એ “પાશ્વનાથસ્તોત્ર રચ્યું છે, તેના છઠ્ઠા કલેકમાં જણાવ્યું છે કે, “શિરીષ (સેરિસાઈનગરમાં ભવ પાર્શ્વનાથની ઉપસર્ગના પ્રસંગ પછીની નાગરાજથી વીંટાયેલા ચરણવાળી, ફણથી શેભતી અને ધ્યાનસ્થ પ્રતિમા છે.” આ વર્ણન ઉપરથી એ પ્રતિમાના સ્વરૂપ ઉપર પ્રકાશ પડે છે. ૬. જગદ્ગુરુ આ૦ શ્રીહીરવિજયસૂરિની પરંપરાના ૫૦ મુનિ શ્રીને વિજયજી જણાવે છે કે, શ્રીકાંતનગર, જેનું બીજું નામ જૈન કુંતી અથવા વડનગર હતું, તેના શેઠ ધનપતિના ઘરમાં ત્રણ ૧. વિક્રમની બારમી, તેરમી શતાબ્દીમાં દેવેન્દ્રસુરિ અને ધર્મવસર નામના એક કરતાં વધારે આચાર્યો થયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy