SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ આડત્રીશમું આ સર્વદેવસૂરિ ४०७ ગામ આવે છે. આ હારિજ ગામથી હારિજગછ નીકળ્યું હતું, એનું બીજું નામ હારિલગચ્છ હોય એ સંભવ છે. હારિજ ગામની બહાર કેવલાસ્થલીને ટીંબે છે, જે આચાર્યોની મશાન ભૂમિ હતી. ત્યાંની એક ખાંભી ઉપર સં૦ ૧૧૩૧ ને આ સિંહદત્તનો લેખ પણ વિદ્યમાન છે. (જૂઓ, પ્રક. ૧, પૃ. ૩૨, પ્રક. ૨૭, પૃ. ૪૫ર; કડી પ્રાંત - સર્વસંગ્રહ, ઐતિહાસિક રાસસંગ્રહ, ભાવ ૩ ની પ્રસ્તાવના) એરિસા તીર્થ– | ગુજરાતમાં મહેસાણા અને વીરમગામની વચ્ચે કડી ગામની પાસે “સેરિસા” નામે જેન તીર્થ છે. ભ૦ પાનાથનું પ્રાચીન અને ચમત્કારી તીર્થ મનાય છે. તેની સ્થાપનાને ઇતિહાસ જુદા જુદા ગ્રંથમાં જુદી જુદી રીતે મળે છે. (૧) આ જિનપ્રભસૂરિ જણાવે છે કે, નવાંગવૃત્તિકાર આ અભયદેવસૂરિની શાખાના આ૦ દેવેંદ્રસૂરિએ મંત્રબળે અન્ય સ્થળેથી ચાર મેટી જિનપ્રતિમાઓ લાવીને સેરિસામાં પધરાવી. (–વિવિધતીર્થકલ્પ-અધ્યાકલ૫) . (૨) આ જિનપ્રભસૂરિ બીજી વાર લખતાં નિર્દેશ કરે છે કે, છત્રાપાલીયગચ્છના આ દેવેન્દ્રસૂરિએ સેરિસામાં આવી જમીનમાંથી એક મોટી પાષાણની ફલડી(પાટ) કઢાવી અને તેની જિનપ્રતિમા એ બનાવવા માટે પદ્માવતીદેવીનું આરાધન કર્યું. દેવીએ જણાવ્યું કે, “સોપારકના એક અંધ સ્થપતિને બેલાવી લાવી તેની પાસે પ્રતિમાઓ તૈયાર કરાવો. જે તે એક જ રાતમાં પ્રતિમાઓ ઘડીને તૈયાર કરી આપશે તે તે મહાપ્રાભાવિક થશે.” સેરિસાના શ્રીસંઘે તે સ્થપતિને બેલા અને તેને ફલહી આપવામાં આવી. સ્થપતિએ એક જ રાતમાં શ્રી પાર્શ્વનાથ ભટ ની પ્રતિમા ઘડીને ૧. અંચલગચ્છમાં સં૦ ૧૨૧૭માં છત્રહર્ષ નામની એક શાખા નીકળી હતી. ૨ આ દેવેન્દ્રસૂરિ તે રાજકીય પં, પાર્શ્વગણિ સંભવે છે. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૨૫, ૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy