SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ આત્રીશમું ] આ સર્વ દેવસર ૩૯૭ ઘણુ કેદમાં પુરાયા. શેઠ નાને શ્રીમાલી ભિન્નમાલ છેડી નાઠે અને કલિહારામાં પાયચી ગામે જઈ વસ્યો. તેને વંશ નીચે મુજબ ચાલે— ૧૮ શેઠ નાનો, ભાર્યા પૂગી, ૧૯ અમરે, ભાર્યા આઉ, ૨૦ હરદે, ભાર્યા હાંસલદે, ૨૧ ગોપી, ભાર્યા ગુરીદે, ૨૨ જોગે, ભાર્યા હાપૂ, ૨૩ નાદિલ, ભાર્યા નાંદલાઈ, ૨૪ સારિંગ, ભાવ નારિંગદેવી. તે સં. ૧૨૨૫ માં પોતાના સાસરે પાટણમાં ફેફલિયાવાડામાં જઈ વસ્યા. ૨૫ શ્રીધર, ભાર્યા સરીયાદે. તે સં૦ ૧૨૮૫ માં ગાંભુ પાસે સાસરે નરેલીમાં જઈ વસ્ય. ૨૬ અના, ભાર્યા અનેદે, ર૭ મૂલે, ભાર્યા માલણદે. તેણે સં૦ ૧૩૧૬ માં અંચલગચ્છના આ અજિતસિંહના ઉપદેશથી ભ૦ આદિનાથને ચોવીશવટ બનાવ્યું. ૨૮ વર્ધમાન, ભાર્યા વયજલદે. શેઠ વર્ધમાનને ના ભાઈ શેઠ જતા પોતાના સાસરે ચાણસ્મા જઈને વસ્યા. તેણે ત્યાં આ અજિતપ્રભસૂરિ કે આ ભુવનતંગસૂરિના ઉપદેશથી સં. ૧૩૧૫ માં ભટેવા પાર્શ્વનાથના મંદિર ને જીર્ણોદ્ધાર કરાવ્યું. ર૯ શેઠ કરમણ, ભાર્યા કરમાદે. તે સાદ્ર મહં. દાધેલીયુને ત્યાં મેઢેરા જઈને વસ્ય અને સં૦ ૧૩૯૫ માં મહં૦ (મંત્રી) બન્યો. આ પરિવારના વંશજો વળાદ, પાટણ, બલદાણા, નાગનેશ, ખંભાત, તારાપુર, માંડવગઢ, વડેદરા વગેરે સ્થળામાં જઈને વસ્યા. (–જેન સાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક : ૪, . ૧૬૩ થી ૧૬૬) સ્તંભન પાનાથ તીર્થ (ખંભાત) શ્રી પાર્શ્વનાથ ભગવાનની બે પ્રતિમાઓ અને એક શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમા પ્રાચીનતા અને પ્રભાવકતા માટે ખૂબ પ્રસિદ્ધિ પામી હતી. તે ત્રણે પ્રતિમાને ઈતિહાસ એ મળે છે કે એ પ્રતિમા એને સ્વયં ઈંદ્ર પૂજા કરવા માટે દેવલેકમાં લઈ ગયે હતે. સૂર્યદેવ અને ચંદ્રદેવ પિતાના વિમાનમાં લઈ ગયા હતા. ભુવનપતિ દેવના ઈંદ્ર પાતાલમાં લઈ ગયેલા. વરુણ રાજા અને રામચંદ્રજીએ તે પ્રતિમાઓ સમુદ્ર કાંઠે રામેશ્વરમાં મૂકી હતી. યાદવેએ દ્વારિકા નગરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy