SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ આડત્રીસામું ] આ સર્વદેવસૂરિ પ્રિય થાય તેવી મીઠી વાણું બેલનારે, ગુણને પક્ષપાતી, વીર, રૂપાળે, જૈનધર્મમાં અત્યંત રાગી, જિનપ્રાસાદે બંધાવનાર, રાજમાન્ય, દઢ પ્રતિજ્ઞાવાળ, દાક્ષિણ્યશીલ, દાની અને સદાચારી હતું. તેને ૧ રાજિમતી અને ૨ શ્રીદેવી એમ બે પત્નીઓ હતી. વીરદત્ત, અંબ, સરણ વગેરે પુત્ર હતા. વરિકા, જસહિણી વગેરે પુત્રીઓ હતી. તે બધા પરિવાર સદાચારી અને કપ્રિય હતે. શેઠાણું રજિમતીએ મરતી વેળા પિતાના પતિને વિનંતિ કરી કે, “તમે મારા શ્રેય માટે “ભગવતીસૂત્ર ની બે પ્રતિએ લખાવજે.” શેઠ સિદ્ધરાજે પિતાના પિતા અને પત્નીના શ્રેય માટે નીચે પ્રમાણેની પ્રતિઓ લખાવી–૧. સૂયગડંગસુત્તનિજુત્તિવૃત્તિ, ૨. ઉવાસગદસાઓ અંગવૃત્તિ, ૩. ઉવવાઈસુત્તવૃત્તિ, ૪. રાયપસેણિયસુત્ત, પ. કપસુન્તભાસ્સ, ૬. કપસુત્તશુણિ, ૭. દસયાલિયસુત્તણિજુત્તિવૃત્તિ, ૮. ઉવએસમાલા, ૯. ભવભાવના, ૧૦. પંચાસગસુત્તવૃત્તિ, ૧૧. પિંડવિશુદ્ધિવૃત્તિ, ૧૨. જસદેવસૂરિ રચિત પ્રથમ પંચાસગગુણિ, ૧૩. લઘુવીરચરિયા, ૧૪. રયણચૂડકહા, ૧૫-૧૬. ભગવતીકુત્તમૂલ, ૧૭. ભગવતીસુત્તવૃત્તિ–એમ ૧૦ આગમે અને બીજા ગ્રંથે મળીને કુલ એક લાખ લેક પ્રમાણથીયે વધુ એવા ગ્રંથો લખાવ્યા. તેમાં ભગવતીસૂત્રની વૃત્તિવાળું પુસ્તક સં. ૧૧૮૭ના કાર્તિક સુદિ ૨ ના રોજ પાટણમાં ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં લખાવી તૈયાર કરવામાં આવ્યું હતું, જે આ શાલિભદ્ર અને આ૦ વર્ધમાનસૂરિના પટ્ટધર સંવિજ્ઞવિહારી આ ચક્રેશ્વરાચાર્યને વહેરાવ્યું. (જૂઓ પ્રક. ૩૭ પૃ૦ ૨૬૪) શેઠ સિદ્ધરાજના પૂર્વજો અસલમાં મડાહડ(મંડાર)ના વતની હતા. તે દધિપદ્ર(દયા)માં રહેતા હતા પોતે પાટણમાં આવીને વસ્યા હતા. થારાપદ્રગચ્છના આ શાંતિસૂરિએ શેઠ સિદ્ધદેવના દેરાસરમાંઉપાશ્રયમાં સં. ૧૨૨૨ માં પિતાના આઠ શિષ્યોને આચાર્ય બનાવ્યા અને પિતાના ગચ્છનું નામ “પિપલકગચ્છ” રાખ્યું. સંભવ છે કે આચાર્યશ્રીએ પિતાના ગચ્છની ગાદી થરાદને બદલે પિમ્પલક નગરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy