SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પુત્રે ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યું જે આજે પણ વિદ્યમાન છે. મંત્રી વસ્તુપાલ-તેજપાલે ઘણાં ધર્મકાર્યો કર્યા છે. તેમાંના કેટલાકની યાદી નીચે મુજબ છે – - જિનપ્રાસાદે ૧૩૦૪ ધોળકા વગેરેમાં, જીર્ણોદ્ધાર ૨૩૦૦ પંચાસરા પાર્શ્વનાથ, સ્તંભન પાર્શ્વનાથ વગેરેના સવા લાખ જિનબિંબે, ૯૮૪ ઉપાશ્રયે, ૫૦૦ આચાર્યનાં સિંહાસન, ૫૦૦ કપડાના સમવસરણ મંડપ, ૭૦૦ બ્રહ્મશાળાઓ, ૭૦૦ પાઠશાળાઓ, ૩૦૦૨ વરધવલ, નારાયણ વગેરે કૃષ્ણ અને શિવાલયે, ૭૦૦ મઠે, ૭૦૦ અન્નશાળાઓ સ્થાપના કરી. પ્રતિદિન ૫૦૦ વેદપાઠીઓના કુટુંબના નિર્વાહની વ્યવસ્થા કરાવી. દર સાલ ત્રણ વાર સંઘપૂજા, ૩૨ પથ્થરના નવા કિલ્લાઓ, ૬૪ મસ્જિદો, ૮૪ તળાવે, ૬૩૪ વાવ, ૭૦૦ કૂવા, અનેક વેપારી મંડીઓ, દવાખાનાં, પર વગેરે બંધાવ્યાં. તેઓએ ૬૩ યુદ્ધમાં વિજય મેળવ્યું. પિતાની પત્નીઓનાં સપનાં મેટાં ઉજમણું કરાવ્યાં. પાંચમ અને અગિયારશના ઉજમણું માટે પાંચ તથા અગિયાર નિર્ધન જૈનેને ધન આપી લખપતિ બનાવ્યા. સાત કરોડનું દ્રવ્ય ખચી જ્ઞાનભંડાર બનાવ્યા. સર્વસિદ્ધાંતની એકેક નકલ સોનાની શાહીથી અને બીજી નકલ તાડપત્ર અને કાગળ ઉપર લખાવી (ઉપ) ર૬). પંડિતેને બક્ષીસ તેમજ ગરીબને ઘણું દાન આપ્યું. શત્રુંજય, ગિરનાર અને આબૂ ઉપર મળીને અબજોનું દ્રવ્ય ખરચ્યું. તેમણે ૧૮ વર્ષમાં કુલ ૨૦૭૩૧૮૦૦૦૦૦ દ્રવ્ય ખરચ્યું હતું એવી માહિતી મળે છે. મંત્રી વસ્તુપાલ પિતે વિદ્વાન હતું તેમજ વિદ્વાનને પરીક્ષક અને પિષક હતો. તેણે “નર-નારાયણનંદમહાકાવ્ય” (સર્ગઃ ૧૬), ગિરનારમંડન શ્રીનેમિનાથસ્તોત્ર, અંબિકાદેવીસ્તોત્ર તથા આરાધના (લે. ૧૦) વગેરે કૃતિઓ રચેલી મળે છે. આ કૃતિઓ તેમની ( ૧. આ અંગે પ્રબંધકાશ, સુતસંકીર્તનમાં નાની નાની નધિ મળે છે અને જિનહર્ષકૃત “વસ્તુપાલચરિત્રમાં તેનો વિગતવાર નેધ મળે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy