________________
૩૬૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સાઉ, ૪. ધન્ના, ૫. સેહગા, ૬. વયજુ અને ૭. પરમલદેવી (પદમલદેવી).
(૫) વસ્તુપાલ-તેજપાલ–સરાજના ૧૧ સંતાનમાં વસ્તુ પાલ અને તેજપાલ એ બંને ભાઈઓ ગુજરાતના ઇતિહાસના અમર પુરુષ છે.
તેમને જન્મ સં. ૧૨૩૫ થી ૧૨૪૦ લગભગમાં થયો હતો. તે સૌ ભાઈબેને (માતા-પિતાના મરણ બાદ) સં. ૧૨૫૦ પછી માંડલ આવી વસ્યાં. વ્યાપાર કરતાં તેઓના ભાગ્યને સિતારો ચમક્યો. ધન વધ્યું. ત્રણ લાખ કમ્મ થયા અને સૌનાં લગ્ન પણ થયાં. તેઓ રાજા ભીમદેવના મહેતા પણ હતા. તેમને મંડલેશ્વર વીરધવલ સાથે ગાઢ મૈત્રી હતી. કવિ સોમેશ્વર મંત્રી તેજપાલને વિરધવલને અદ્વિતીય બંધુ બતાવે છે. "
(–આબુપ્રશસ્તિ, લેટ ૬૪) વસ્તુપાલ-તેજપાલે પિતાની નાની ઉંમરમાં સં૦ ૧૨૪૯ માં માતા-પિતા સાથે શત્રુંજયતીર્થની યાત્રા કરી હતી. તેઓએ અહીં ધન વધ્યા પછી બાવલામાં દેરાસર બંધાવ્યું અને સં૦ ૧૨૭૬ માં નાનકડો શત્રુંજયને યાત્રા સંઘ કાઢ્યું. તેઓને હડાલા ગામે જતાં માલમ પડયું કે, રસ્તાના રજવાડાઓ મુસાફરોને લૂંટી લે છે. આથી તેઓએ કેઈ ન જાણે એવા સ્થાનમાં ૧ લાખ દ્રમ્મ દાટી રાખવાનો નિર્ણય કર્યો. પરંતુ તેઓ રાતે જ્યાં ધન દાટવા ગયા ત્યાંથી જ ખાડો ખેદતાં તેઓને સેનાને ચરુ મળે. અનુપમાદેવીએ તેઓને સલાહ આપી કે, આપણા ભાગ્યને સિતારે ચમકે છે. ધનને ભૂમિમાં દાટવાની જરૂર નથી. ભૂમિમાતા તે આપણને સામેથી ધન આપે છે. માટે આ ધનને હવે પહાડ ઉપર ગોઠવે, એટલે કે પહાડ ઉપર વિશાળ ધર્મસ્થાને બનાવો.
તેમણે શત્રુંજયની યાત્રા કરી, ત્યાં લલિતા સરોવર, નવાં મંદિરે તથા જીર્ણોદ્ધારે શરૂ કરાવ્યા. ત્યાંથી નીકળી ગિરનાર તથા પ્રભાસપાટણની યાત્રા કરી ધોળકા આવ્યા. ત્યારે ગુજરાતને રાજા ભેળે ભીમદેવ હ. તે ઘેલે અને ઉડાઉ હતું. તેથી તેના સામે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org