________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પરમનિષ્ઠિક પંડિત વેતાંબરાચાર્ય ભટ્ટારક શ્રી હેમચંદ્રાચાર્યે સં. ૧૧૬૪ ના ચૈત્ર સુદિ ૮ ને સોમવારે પાટણમાં જયસિંહના રાજ્યમાં
જીવસમાસવૃત્તિ” (: ૭૦૦) લખી છે. આ પ્રતિ આજે ખંભાતના ભંડારમાં વિદ્યમાન છે.
(–પ્રશસ્તિ : ૧૪) આ૦ હેમચંદ્રસૂરિના ચાર શિષ્યો પ્રસિદ્ધ હતા. આ સિવાય બીજા શિષ્ય પણ હતા. તેમની પણ જે શિષ્ય પરંપરા ચાલી તે આ પ્રકારે છે–
૩. માલધારી ભટ્ટારક માધવચંદ્રસૂરિ–તેઓ ધર્મ, ઉપશમ અને દમની પ્રત્યક્ષ મૂર્તિ હતા.
૪. ભ૦ અમૃતચંદ્રસૂરિ–તેઓ ભરત પિરવાલના વંશજ પદ્મસિંહ પિરવાલની પુત્રી મહિણીદેવી, જે કટુકરાજ પિરવાલની પત્ની હતી, તેને અમૃતલાલ નામે પુત્ર હતા. તેઓ ભ૦ માધવચંદ્રના શિષ્ય થયા અને ભટ્ટારક બન્યા.
તેઓ નિષ્ઠિક બ્રહ્મચારી, મેટા તપસ્વી, મહાત્યાગી, વિદ્વાન , મેટા વાદી અને સર્વ વિદ્યામાં પ્રવીણ હતા. જેનશાસનની રક્ષામાં સમર્થ હતા. તેઓ જંગમ સરસ્વતી સ્વરૂપ હતા. એક વાર તેઓ વિહાર કરતા કરતા ખંભણવાડુ-પાટણમાં પધાર્યા. ત્યારે અહીંને શાસક રાજા રણધીરને પુત્ર બલ્લાલને માંડલિક ભૂલે નામે ઠાકર હતું, તે ઠા. ગોહિલને પુત્ર હતા. એ સમયે બંભણવાડુમાં શ્રીમાલીજ્ઞાતિની શાખા ગુર્જરવંશના જેને હતા, તે સૌ ભ૦ અમૃતચંદ્રસૂરિના ભક્તો હતા. તેમાંને એક ગૂર્જરવંશને શેઠ રલ્હણ (દેવણ) નામે વિદ્વાન હતે. સંસ્કૃત અને પ્રાકૃતભાષાને જાણકાર હતો અને વિવેકી જેને હતો. તેને પંપાઈ નામે પત્નીથી ત્રણ પુત્રે થયા. તે આ પ્રમાણે–
(૧) સિંહ–શુદ્ધ સમ્યકત્વધારી વેતાંબર જૈન હતું. તે અભણ હતે પણ ભ૦ અમૃતચંદ્રસૂરિની કૃપાથી સરસ્વતીદેવીનું વરદાન મેળવી
૧. આ બંભણવાડુ તે બ્રાહ્મણવાડા તીર્થ કે વરમાણ સંભવે છે અને બલ્લાલ તે ગૂર્જરેશ્વર કુમારપાલને વિરોધી રાજા બલ્લાલ સંભવે છે.
(જુઓ, પ્રક. ૩૫, પૃ. ૧૦૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org