SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ અત્રીશમું ] આ સવ દેવસૂરિ ૩૧૩ બુદ્ધિશાળી અને ઉત્તમ લક્ષણવાળા હતા. સંગ્રામસિંહના મરણ બાદ તેની પત્નીએ આ આળક દ્રોણાચાર્યને સોંપી દીધા હતા. આચાર્ય શ્રીએ તેને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય તથા સિદ્ધાંત શાસ્ત્રોને પારગામી વિદ્વાન બનાવીને દીક્ષા આપી હતી. તેમણે તેને આચાર્ય પત્નને યાગ્ય બનાવી સૂરાચાર્ય નામ આપીને પેાતાની પાટે સ્થાપન કર્યાં હતા. શ્રીદ્રોણાચાર્ય રાજા ભીમદેવના મામા થતા હતા અને સૂરાચાય મામાઈ ભાઈ થતા હતા. આથી પણ તે તેમને ખૂબ માનતા હતા. એકવાર રાજા ભોજે પાટણના રાજડિતાની પરીક્ષા કરવા માટે સધિપાલ મત્રી સાથે નીચેની ગાથા લખી મેાકલાવી— "हेला निद्दलिय गइंदकुंभपाडयपडावपसरस्स । सीहस्स मियेण समं निग्गहो नेह संधाणं ॥ " જે રમત રમતમાં હાથીએના કુભસ્થળને તેાડવામાં પ્રતાપી છે એવા સિંહને હરણ સાથે લડાઈ કરવાનું કે મૈત્રી કરવાનું ન શેલે. ગુજરાતના પડિતાએ તેના ઉત્તર ઘડયો પણ રાજા ભીમદેવને તે પસદ ન પડયો. આથી રાજાએ આ ગાવિંદાચાર્યને રાજસભામાં ખેલાવી આ ગાથાના ઉત્તર આપવા વિનતિ કરી. ત્યારે સાથે રહેલા આ॰ સૂરાચાયે તરત જ તેના ઉત્તરરૂપે નીચેની ગાથા બનાવી, કહી સંભળાવી— “ अधयसुयाण कालो भीमो पुहवीम्मि णिम्मिओ विहिणा । जेण सयपि न गणियं का गणना तुज्झ एकस्स ॥ ,, —વિધાતાએ અંધકના સે। પુત્રાના વિનાશ માટે ભૂમિ ઉપર એક ભીમને મનાવ્યા, જેણે સાનેય ન ગણ્યા તે તેની આગળ તારા જેવા એકની શી ગણના? રાજા ભીમ તેા આ ચમત્કારભરી રચનાથી ખૂબ ખુશ થયેા, જ્યારે રાજા ભોજ આ ગાથા સાંભળી ચુપ બની દાંત કચકચાવવા લાગ્યા. તેણે આવા ઉત્તરના રચિયતા સામે યુક્તિથી કામ લેવાને વિચાર કર્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy