________________
આત્રીશ ]
આ સર્વદેવસૂરિ ૪૩, આ મદનચંદ્ર, આ૦ ઉદયચંદ્ર, આ૦ લલિતકીર્તિ, આ૦ જયદેવ, પં૦ ધનકુમારગણું, સાધ્વી જિનસુંદરી ગણિની, સાધ્વી ચંદનબાલા ગણિની વગેરે દીક્ષિત થયાં હતાં.
આ૦ મલયપ્રભસૂરિએ સં૦ ૧૨૬૦ માં “સિદ્ધજયંતી” ગ્રંથની વૃત્તિ રચેલી છે. તેની સં૦ ૧૨૬૧ માં પિરવાડજ્ઞાતીય શેઠ યશદેવની પત્ની શ્રાવિકા નાઉએ ૫૦ મુજાલ પાસે મુંકુશિકા ગામમાં પ્રતિ લખાવી અને તે આ. અજિતપ્રભસૂરિને તેણે વહેરાવી હતી.
(–પિટર્સનને રિપોર્ટ ૩, પૃ. ૩૭, ૪૩, ૪૫,
જેના પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પુષ્પિકા: ૧૩, ૨૩) ૪૫. આ૦ સમતભદ્રસૂરિ–સં. ૧૨૮૬ ને ફાગણ સુદિ ૩ ના ઉલ્લેખમાં તેઓ પિતાને ચંદ્રગચ્છના બતાવે છે.
વડગચ્છના આ૦ માનતુંગના વંશના આ ધર્મચંદ્રના પટ્ટધર આ વિનયચંદ્રના ઉપદેશથી સં. ૧૪૪૩ ના કાર્તિક વદિ ૧૪ ને શુકવારે રાજા વનવીર ચૌહાણના સમયમાં નાડલાઈના ઉજજયંતાવતાર તીર્થને જીર્ણોદ્ધાર થયો હતો. (-પ્રક. ૩૪, પૃ. ૬૦૫)
૩૮. આ સર્વદેવસૂરિ–
આ સર્વ દેવસૂરિએ સં. ૧૦૨૩ ના માધુ સુદિ ૧૦ ના રોજ શંખેશ્વરતીર્થમાં લેહિયાણના રાજાને ઉપદેશ આપી જેન બનાવ્યા તે બાર વ્રતધારી શ્રાવક થયે પણ સંયેગવશાત્ બદલાઈ ગયે. છેવટે પાંચેક વર્ષ પછી ફરીથી એ જ તીર્થમાં તેને દઢ વ્રતધારી બનાવ્યું. આ રાજાએ જેનધર્મનાં સારાં કાર્યો કર્યા.
૧. પૂજ્ય યંતવિજયજી મહારાજ જણાવે છે કે, અંચલગચ્છની પટ્ટાવલીમાં આ ઘટનાને સંત ૭૨૩ આવે છે અને એ સાલમાં ૩૦૦ વર્ષ ઉમેરવાથી બરાબર વિક્રમ સંવત સાથે મેળ મળી રહે છે. એ રીતે આ ઘટના સં. ૧૦૨૩ માં બની હતી. '
(-શંખેશ્વર મહાતીર્થ) પરંતુ અમને તે આ સં. ૭૨૩ તે વહી લખવાના પ્રારંભનો ચિત્યવાસી સંવત લાગે છે એટલે આમાં ૪૭૨ વર્ષ ઉમેરવાથી વિક્રમ સંવત બનશે. આ રીતે આ ઘટના સં૦ ૧૧૯૫માં બની છે, એમ મનાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org