________________
સાડત્રીશમું 1
આ દેવસૂરિ
૨૮૫.
ની વ્યવસ્થા હતી. આથી મજૂરો અને શિલ્પીઓને પૂરી અનુકૂળતા રહેતી હતી. દેરાસરનું કામ થયા પછી શત્રુઓ પણ આ રસ્તે ચડી ન આવે એવી અગમચેતી દાખવી આ રસ્તાને સદંતર બંધ કરી પહાડી ભાગને વિષમ બનાવી દીધું. આબૂમાં ઠંડી ઘણું રહે છે. એ ઠંડી કારીગરોને ન નડે તે માટે સગડીઓની આગ કારીગરની નજીક તપતી રહે અને કારીગર તેની હૂંફમાં મસ્ત રહી આરસને કંડારતો રહે, એવી પાકી વ્યવસ્થા કરી હતી.
મંત્રીઓએ દેરાસરને સર્વાંગસુંદર બનાવવા માટે કલાધરને ઉત્તરોત્તર ચાર વાર સક્રિય પ્રેત્સાહન આપ્યું હતું. દેરાસર પૂરું બની રહ્યું અને ભાવવાહી કરણે તિયાર થઈ એટલે બીજી વાર તેમાં નવી કારણ કરનારને કારણે કરતાં નીકળેલા ચૂરાની ભારોભાર ચાંદી આપી, ત્રીજી વાર કેરણ કરતાં નીકળેલા ચૂરાના ભારોભાર સેનું આપ્યું અને ચોથી વાર કેરણ કરતાં નીકળેલા ચૂરાના ભારેભાર મતીઓ આપી શિલ્પીઓની કદર કરી હતી. એ કારણે તેમણે આ શિલ્પકળાને છેલ્લી ટોચે પહોંચાડી દીધી છે.
મંત્રીઓ રાજ્યના કારોબારમાંથી ફુરસદ મેળવી શકે એમ નહોતા છતાં તેઓ અવારનવાર આવીને તપાસ કરી જતા અને યોગ્ય સલાહસૂચન આપતા. બાકી તે આ કામની સંપૂર્ણ જવાબદારી મંત્રી તેજપાલની પત્ની મહં. અનુપમાદેવીને શિરે હતી. અનુપમાદેવીએ પિતાના ભાઈ ઉદલને સાથે રાખી આ જવાબદારીને ઘણી સફળતાપૂર્વક પાર કરી. આ લુણિગવસહી તે પિતાના મોટાભાઈ લુણિગ, મહં. અનુપમાદેવી અને તેના પુત્ર લૂણસિંહના શ્રેય માટે બનાવી અને તેમાં બે ગોખલાઓ તેજપાલની બીજી પત્ની સુહડાદેવીના શ્રેય માટે બનાવ્યા છે. આ બે ગોખલાઓ એટલે બે દેરીઓ શિલ્પકળાના અભુત નમૂનારૂપે આજે પણ પ્રતીતિ કરાવતા વિદ્યમાન છે.
મંત્રીઓએ નાગૅદ્રગચ્છના આ વિજયસેનસૂરિના હાથે સં ૧૨૮૭ના ફાગણ વદિ ૩ (હિંદી ચૈત્ર વદિ ૩)ને રવિવારે લુણિગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org