SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ સાડત્રીસમું ] આ દેવસૂરિ વિમલવસહીનું મંદિર આજે પણ આત્મશાંતિના શોધકે અને ભારતીયકલાના ઉપાસકો માટે તીર્થધામ બની ગયું છે. જેનાચાર્યો થી વિમલવસહીની પ્રતિષ્ઠા બતાવી છે, પરંતુ નીચેના પ્રમાણથી જણાશે કે તે વાત સાચી નથી. (૧) ખરતરગચ્છની એ પટ્ટાવલીઓ વિક્રમની પંદરમી સદી પછીની બનેલી છે. બનવાજોગ છે કે, ગરછની મમતાના કારણે ઉપર મુજબને ઉલ્લેખ થયે હોય, પણ ભૂલવું ન જોઈએ કે, “અંચલગચ્છની (ગુજરાતી) મોટી પટ્ટાવલી ” પૃ. ૧૭૦માં પણ લખ્યું છે કે, અચલગચ્છના (પેટાગ૭) શંખેશ્વરગ૭ તથા વલભીગચ્છ શાખાના આ સમપ્રભે સં. ૧૮૮૮માં વિમલવસહીની પ્રતિષ્ઠા કરાવી છે, એ જ રીતે ખરતરગચ્છની પટ્ટાવલીઓએ આ વધમાનસૂરનું નામ દાખલ કરી દીધું છે. (૨) ખરતરગચ્છના ૫૦ રામલાલજીમણિ “મહાજનમુક્તાવલી'માં લખે છે કે, બિકાનેરના મહાત્મા, કુલગુરુ અને વહીવંચાઓએ આ જિનચંદ્રના સ્વાગતમાં ભાગ ન લીધે, અથી મંત્રી કર્મચંદ્ર બછાવતે તેઓના ચેપડા અને વંશાવલીઓને નાશ કરાવ્યો અને નવી પટ્ટાવલીઓ, નવી વહીઓ તૈયાર કરાવી. આ ઘટના સાચી હોય તો તે સમય પછી બનેલી ખરતરગચ્છની પટ્ટાવલીઓ પ્રાચીન પ્રમાણોના આધારે નહીં પણ સમકાલીન ગુરુપરંપરાની મૌખિક વાતો અને દંતકથાઓના આધારે લખેલી મનાય. (૩) એ પદૃવલીઓમાં વિમલવસહીના મૂળનાયકની પ્રતિમા શાની છે એ અંગે એકવાક્યતા નથી. તેમજ વિમલ શાહને ન જૈન બનાવવામાં, આવ્યો હોય એવી ઢબે ચીતર્યો છે, એ પણ ઠીક નથી. (૪) ખરતરગચ્છ સિવાયના કોઈ પણ પ્રબંધ, પટ્ટાવલી કે ઐતિહાસિક ગ્રંથમાં આ૦ વર્ધમાનસૂરિએ વિમલવસહીની પ્રતિષ્ઠા કર્યાનો ઇશારે પણ નથી. (૫) આ૦ ઉદ્દદ્યોતનસૂરિએ સં. ૯૯૪માં આઠ આચાર્યો બનાવ્યા અને મંત્રી વિમલે સં. ૧૯૮૮માં પ્રતિષ્ઠા કરાવી તો શું આ૦ વર્ધમાનસૂરિ ૯૪ વર્ષ જીવ્યા? (૬) ખરતરગચ્છના સમર્થ ઇતિહાસકાર આ જિનપ્રભસૂરિએ પિતાના વિવિધતીર્થકલ્પ'ના “અબ્દકલ્પ 'માં આ૦ વર્ધમાનસૂરિએ મંત્રી વિમલને ઉપદેશ કર્યો કે વિમલવસહીની પ્રતિષ્ઠા કરી એવું લખ્યું જ નથી. (૭) શ્રી. અગરચંદજી નાહટાના “ઐતિહાસિકકાવ્યસંગ્રહ ' પૃ. ૪૫ માં આપેલી ખરતરગચ્છ પટ્ટાવલીની ગાથા ૧૪, ૧૫, ૧૬માં લખ્યું છે કે, વિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy