SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ . در ૨૭૪ જૈન પરંપરાને ઈતિહાસ-માગ ૨ [ પ્રકરણ - ૨. આ વીરપ્રભ– સં. ૧૪૮૫ થી ૧૪૮૯. - ૩. આ૦ હીરાનંદસૂરિ, હીરસૂરિ–સં૦ ૧૪૮૫ થી ૧૫૦૩. તેમણે સં. ૧૪૮૫ માં “વિદ્યાવિલાસપવાડે', સં. ૧૪૯૪ માં “વસ્તુપાલતેજપાલરાસ, દશાર્ણભદ્રરાસ, બૂવિવાહ', સં૦ ૧૪૮૯ માં “કલિકાલરાસ, સ્થૂલિભદ્ર બારમાસ” વગેરે બનાવ્યા છે. આ૦ ગુણરત્નસૂરિ–સં. ૧૫૦૭ થી ૧૫૧૭. આ સમયે આણંદમેરુએ “કાલિકાચાર્યકથાભાસ” બનાવ્યું. તેઓ અસલમાં તળાજાના હતા. તેમની પાટે આ૦ ગુણસાગર (સં. ૧૫ર૪ થી ૧૫૨૮) અને તેમની પાટે આ શાન્તિસૂરિ (સં. ૧૫૪૬) થયા. આ૦ ધર્મઘોષસૂરિ–તેના ઉપદેશથી સં. ૧૪૮૩ માં જીરાવલા તીર્થમાં એક દેરીને જીર્ણોદ્ધાર થયે. (-જીરાવલાલેખ) * આ૦ લલિતચંદ્ર–તેમણે સં૦ ૧૪૯૧ ના ફાગણ વદિ ૨ ને સોમવારે ભ૦ સંભવનાથની જિનપ્રતિમાની અંજનશલાકા કરાવી. તેમાંની એક જામનગરમાં શેઠ રાયશી શાહના જિનાલયમાં અને બીજી મહેસાણાના જિનાલયમાં વિદ્યમાન છે. ભર વિજયદેવ, ભ૦ શાલિભદ્ર–સં. ૧૫૧૦ માં થયા. (-જૈસપ્ર૦, કo : ૨૫૫) પિપલકગચ્છમાં આ૦ વીરપ્રભ સં. ૧૪૩૫, આ૦ સુમતિપ્રભ સં. ૧૪૫૪માં થયા. મહાઇડગચ્છમાં પણ આ નામના આચાર્ય થયા છે. - આ ગુણસેનસૂરિ, આ દેવચંદ્રસૂરિ–તેઓ પૂર્ણતલ્લગચ્છના પ્રસિદ્ધ આચાર્યો હતા. (પ્રક. ૩૫, પૃ૦ ૧૧) નમિ સાધુ–તેઓ આ શાંતિસૂરિના શિષ્ય હતા. તેમણે સં. ૧૧૨૨ માં આવશ્યકવૃત્તિ, ચૈત્યવંદનવૃત્તિ તથા રુદ્રટના કાવ્યાલંકાર પર ટિપ્પન રચ્યાં છે. તે ટિપનમાં તેઓ અપભ્રંશ ભાષા માટે લખે છે કે, “અપભ્રંશ ભાષા પ્રાકૃતમાંથી ઊતરી આવી છે. તેના દેશભેદે અનેક ભેદો છે. તેનાં વિવિધ લક્ષણ છે, તે જાણવા માટે તે તે દેશની જનતાને સંપર્ક સાધવે જોઈએ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy