________________
છત્રીસમું ] આ સર્વદેવસૂરિ
૨૪૧ સં. ૧૮૮૯ ના માહ વદિ ૧૧ ના રોજ તે મૂર્તિ જમીનમાંથી પ્રગટ કરી હતી અને સં. ૧૮૯૬ ને મહા સુદિ ૧૩ ના રોજ વડેદરામાં મામાની પળમાં દેરાસર કરાવી તેમાં તે મૂર્તિનું સ્થાપન કરવામાં આવી, જે આજે જીરાવલા પાર્શ્વનાથ તથા કલ્યાણ પાર્શ્વનાથના નામથી વિખ્યાત છે.
(૩) ભ૦ મહાવીરસ્વામીનું મંદિર હતું. આ આર્યરક્ષિતસૂરિ અહીં આવ્યા ત્યારે આ મંદિર પણ વિદ્યમાન હતું. આ૦ મહેન્દ્રસૂરિ તીર્થમાલામાં ભ૦ મહાવીરસ્વામીને આ રીતે નમસ્કાર કરે છે–
વાવયિિરવરસિદરે કુદવની શુઓ વી ” (૪) મહામંત્રી તેજપાલે ગોધરાના રાજા ઘૂઘલને જીતી આવી અહીં ઉત્સવ કર્યો તે પછી અહીં ભ૦ મહાવીરનું સર્વતોભદ્ર નામે મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાં આંબૂ જેવી ઝીણી નકસી પણ કરાવી હતી. મુસલમાનેએ તે મંદિરને તોડી નાખી જુમા મસ્જિદના રૂપે પરિવર્તિત કરી નાખ્યું.'
(૫) શ્રીસંભવનાથનું મંદિર હતું, જેમાં ખંભાતના શેઠ મેઘાશાહે તેમાં સં. ૧૪૫૭ થી સં. ૧૪૯૯ સુધીમાં ૮ દેરીઓ બનાવી હતી. તેની આ૦ સેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ૦ સેમસુંદરસૂરિના શિષ્ય આ ભુવનસુંદરસૂરિ, જેમણે “મહાવિદ્યાવિડંબને” ઉપર ટિપ્પનની રચના કરી છે, તેમણે “સંભવનાથનું સ્તોત્ર રચ્યું છે, તેમાં પાવાગઢને શત્રુંજય મહાતીર્થને અવતાર બતાવ્યું છે. માંડવગઢના સંઘપતિ વલ્લાકે પાવાગઢતીર્થને સંઘ કાઢવ્યો અને ભવ્ય સંભવનાથની પૂજા કરી પરમશાંતિ મેળવી હતી. (–ગુરુગુણરત્નાકરકાવ્ય)
આ૦ લમીસાગરના શિષ્ય આ સમજયના ઉપદેશથી શેઠ છાડાના વંશજ સંઇ ખીમા અને સં૦ સહસાએ પાવાગઢમાં મોટું જિનબિંબ ભરાવી, સં. ૧૫૭ના પિષ વદિ ૫ ના રોજ પ્રતિષ્ઠા કરાવી હતી.
(૬) ભીડભંજન પાર્શ્વનાથનું મંદિર હતું, જેની મૂળ પ્રતિમા વડેઇરાના દાદા પાર્શ્વનાથના દેરાસરમાં વિરાજમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org