SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીમું ] આ સર્વદેવસરિ રચના કરી હતી. આ જિનેશ્વરે સં૦ ૧૩૧૩ માં પાલનપુરમાં શ્રાવકધર્મપ્રકરણ” રચ્યું હતું. સં૦ ૧૩૧૭માં તેને ઉપરની ટીકા (ગં: ૧૫૦૦૦)ની રચના કરી. એ જ સાલમાં ભ૦ મહાવીરસ્વામીના દેરાસરને જીર્ણોદ્ધાર થયો. શેઠ ભુવનપાલ ઓસવાલે તેને ધ્વજદંડ ચડાવી, તેને મંડલિકાવિહાર નામ આપ્યું. તેમજ “ધન્નાશાલિભદ્રચરિત્ર” અને “કૃત પુણ્યક ચરિત્ર” લખાવ્યાં. આ૦ જિનપ્રબોધે સં૦ ૧૩૩૪ માં શ્રીગૌતમસ્વામીની પ્રતિમા પધરાવી. અહીં સં૦ ૧૩૩૪ માં ચતુર્માસમાં બે કાર્તિક મહિના હતા. ચતુર્માસ બીજી કાર્તિકી પૂર્ણિમાએ પૂરું થાય પરંતુ તપાગચ્છના આ સેમપ્રભે (આચાર્યપદ સં. ૧૩૩૨, સ્વર્ગવાસ સં૦ ૧૩૭૩) આકાશદર્શનથી જાણ્યું કે, નજીકના દિવસેમાં ભીલડિયાને વિનાશ થવાનું છે એટલે તેમણે અપવાદને આશ્રયી પહેલી કાર્તિક પૂર્ણિમાએ ચોમાસુ પૂરું કર્યું અને તરત ત્યાંથી વિહાર કર્યો. બીજા પણ સાધુ-સાધ્વીઓ તથા જેને ભીલડિયાથી ઉચાળા ભરી ગયા અને તેમણે એક સ્થળે જઈને નિવાસ કર્યો. એ સ્થળે રાધનપુર શહેર વસ્યું. પછી તો ભીલડિયામાં આગ સળગી ઊઠી, આગે પિતાના નગ્ન સ્વરૂપે તાંડવ માંડયું અને તેમાં ભીલડિયા તારાજ થઈ ગયું. ત્યાં રહેલા આચાર્યો તેમજ જનતા સર્વ કેઈ એ આગમાં ભરખાઈ ગયાં. જાન-માલની ભારે ખુવારી થઈ ગઈ તે પછી ભીલડિયા ફરી વસ્યું. લખપતિઓ આવી વસ્યા ને આબાદ પણ થયું. (જીવાભિગમ પુષિકા) સં. ૧૫૫૭ માં તપાગચ્છના આ હેમવિમલસૂરિના સમુદાયના ઉપા. જિનમાણિક્યગણિના શિષ્ય અનંતરંસગણિ અહીં વિચર્યા હતા. તેમના ઉપદેશથી અહીંના ચેકસી પાસવીર પરવાલે અહીં ગ્રંથભંડાર સ્થા. તેમાં ૬,૩૬૦૦૦ લેકપ્રમાણ સિદ્ધાંત ગ્રંથ લખાવ્યા હતા, જે દરેક ગ્રંથનું ૫૦ શુભભૂષણે સંશોધન કર્યું હતું. (પ્ર. ૫૫, પટ્ટાવલી ભા. ૨, પૃ. ૨૫૩) ખરતરગચ્છના આ૦ જિનદયની અહીં દીક્ષા થઈ હતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy