________________
છત્રીસમું ]
આ સર્વદેવસૂરિ ૧૨૫૯)ના હાથે પ્રતિષ્ઠા કરાવી અને વાવ બંધાવી.
(અંચલગચ્છની (ગુજરાતી) મટી
પટ્ટાવલી, પૃ. ૮૯, ૧૦૦, ૨૮૧) આ મુંજા શાહનું દેરાસર પણ કાળાંતરે નાશ પામ્યું.
ભરેલથી વાયવ્ય ખૂણામાં ૭૨ દેરીઓવાળે અને ૧૪૪૪ થાંભલાવાળો એક જિનપ્રાસાદ હતો તે પણ નાશ પામે. અહીં જમીનમાંથી નકશીદાર પથ્થરે તેમજ થાંભલાઓ નીકળી આવે છે. તેની પાસે મુંજા વાવ છે, તેથી આ દેરાસર શેઠ મુંજા શાહે બંધાવેલું હોય એવું સંભવે છે.
રોલ એ આજે ડીસાથી ૫૦ માઈલ, સાચોરથી ૩૦ માઈલ, થરાદથી ૧૩ માઈલ, વાવથી ૧૨ માઈલ અને પિપલકના ટીંબાથી રા માઈલ દૂર રહેલું નાનું ગામ છે, જે જુદા જુદા ત્રણ વાસમાં વહેંચાયેલું છે. અહીં આજે ૩૦૦ ઘરે વિદ્યમાન છે, તેની વસ્તી કુલ ૧૨૦૦ માણસની છે. તેમાં શ્રાવકનાં ૨૦ ઘર છે. દેરાસર, પાઠશાળા અને ધર્મશાળા પણ છે.
ભરેલ પાસે મેદલા તળાવ છે, જેમાં પહેલાં ૧ વાવ હતી, ૧૫૦ કૂવા હતા, પણ આજે ત્યાં ૧૫ કૂવાઓ દેખાય છે.
સં. ૧લ્પ૬માં “વાણિયાકેરું ખેતર માંથી ખેડતાં ખેડતાં એક ખેડૂતને ખંડિત ૪ જિનપ્રતિમાઓ મળી આવી હતી. જેનેએ તેને ધનતળાવમાં લઈ જઈ પધરાવી દીધી. સં. ૧૯૬૨ માં ઘણો વરસાદ પડતાં તેની માટી ધોવાઈ ગઈ અને પ્રતિમાઓ દેખાવા લાગી. ભરેલના ઠાકરે જેનેને આ પ્રતિમાઓ લઈ જવા જણાવ્યું, આથી સંઘ તે પ્રતિમાઓ લઈ આવીને ભ૦ આદીશ્વરના દેરાસરમાં બેસાડી, પણ ત્યાં હંમેશાં નવા નવા ચમત્કારે થવા લાગ્યા. આથી જેનસંઘે સં. ૧૯૯ના ફાગણ સુદિ ૩ ના દિવસે તેમાંની ભ૦ નેમિનાથની પ્રતિમાને મૂળ ગાદીએ મૂળનાયક તરીકે બિરાજમાન કરી છે. આ પ્રતિમા ૪ ફૂટ ઊંચી, શ્યામ રંગની, પ્રાચીન અને ચમત્કારી છે. રેલ ત્યારથી તીર્થ તરીકે ઓળખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org