________________
૨૦૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે
[ પ્રકરણ તેમની પાટે નયના વિદ્વાન (૩૮) આવ આમ્રદેવ થયા. તેમનું વ્યાખ્યાન શુદ્ધ હતું. તેઓ શુદ્ધ ગ્રંથની રચના કરનારાઓમાં તીવ્ર બુદ્ધિવાળા અને પ્રભાવશાળી હતા. તેમની પાસે અંબિકાદેવી આવતી હતી. તેમની પાટે (૩૯) આ૦ નેમિચંદ્ર થયા, જે ધર્મના આધારરૂપ હતા. તેમણે બે તીર્થકરેના ચરિત્ર રચ્યાં, તેથી વધુ ખ્યાતિ પામ્યા. તેમનાથી ત્રીજા (૪૦) આ૦ યદેવસૂરિ થયા, જે સચ્ચારિત્રપાત્ર હતા. તેમને મહિમા પ્રસિદ્ધ હતો. શુદ્ધ ધારણાવાળા હતા. ચંદ્રસમા અમી ઝરાવતા હતા. શાંત સ્વભાવી અને હસમુખા હતા. તેઓ વ્યાકરણ, સાહિત્ય વગેરેના વિદ્વાન હતા. તેમણે મારા અંધારભર્યા હૃદયમાં પ્રકાશ રેલાવ્યું હતું.
આ યદેવસૂરિ તે જ પ૦ યશેદેવગણિ હોવાનું સંભવ છે. - (ખંભાતના શ્રી શાંતિનાથજીના જ્ઞાનભંડારની તાડપત્રી
ઉપદેશમાલાની વૃત્તિ પ્રશસ્તિ—જૂઓ, શ્રી પ્રશસ્તિસંગ્રહ, - પ્રક. ૩૪, પૃ. ૨૬). છેઆ અરસામાં અનેક જેન આચાર્યો, પ્રભાવકે, જેન રાજાઓ, શાસ્ત્ર, તીર્થો અને જૈન સ્તૂપની રચના થઈ. પ્રભાવકે–
અલ્લટ રાજાના ગુરુ આ પ્રદ્યુમ્નસૂરિ, મુંજ રાજાના ગુરુ આ ધનેશ્વર, રાજા અલ્લટના ગુરુ આ૦ નન્નસૂરિ, સામંતસિંહ ચાવડાના ગુરુ આવ બલભદ્ર, આ વાસુદેવ, આ મલ્લવાદી, ચામુંડરાયના ગુરુ આ૦ વીરગણિ (તેમને પરિચય અગાઉ પ્રક. ૩૨, પૃ૦ ૫૦૭, ૫૦૮; પ્રક. ૩૪, પૃ. ૫૬૬ થી ૧૮૭ માં આવી ગયે છે તે) થયા હતા.
યુગપ્રધાન ઠાંગ ગણિ–તેમને યુગપ્રધાનકાળ સં૦૯૯૦થી ૧૦૬૧ છે, તેઓ જ આ વીરગણિ હોવાનો સંભવ છે. (પ્ર.૩૪, પૃ૦ ૫૮૭)
મહાકવિ જંબૂનાગનેએ ચંદ્રગચ્છના હતા. વિદ્વાન હતા. તેમણે સં૦ ૧૦૦૫ માં “મણિપતિચરિય, જિનશતકકાવ્ય અને ચંદ્રદૂતકાવ્ય” વગેરે રચ્યાં છે. નાગેંગછના આ સાંબ મુનિએ સં૦ ૧૦૨૫ માં જિનશતકની વૃત્તિ રચી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org