________________
२०४
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મંડનને હકીકત જણાવી અને શત્રુંજય તીર્થ પર પધારવાની વિનંતિ કરી. કર્માશાહ પણ સંઘ સાથે પાલીતાણું ગયે અને સેરઠના સૂબા ખાન મઝદખાને મળે અને તેને સુલતાનનું ફરમાન આપ્યું. સૂબે શત્રુંજયતીર્થ સ્થપાય એમાં રાજી નહોતે, પણ સુલતાનને હુકમ હોવાથી તે નિરૂપાય હતો. તે મૌન રહ્યો. તેને રવિરાજ અને નરસિંગ નામે મંત્રીઓ હતા. કર્માશાહ બંને મંત્રીઓને ધન-મનથી સંતુષ્ટ કરી પોતાના કામમાં મદદગાર બનાવ્યા.
ઉપાટ વિનયમંડન સાધુ-સાધ્વીના પરિવાર સાથે પાલીતાણું પધાર્યા. એક તરફ મૂળ જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર ચાલ્યા અને બીજી તરફ મહામાત્ય વસ્તુપાલે મૂકી રાખેલી મમ્માણી પાષાણની શિલાને બહાર કઢાવી ઉપાય વિનયમંડન અને પં. વિવેકધીરગણિની દેખરેખ નીચે શાસ્ત્રાનુસાર ભ૦ ઋષભદેવની જિનપ્રતિમા તૈયાર કરવી.
સં૦ કર્માશાહ છરી પાળ યાત્રા સંઘ લઈને પાલીતાણું આવ્યો. સંઘે લલના (લલિતા) સરોવરને કિનારે પડાવ નાખે. કર્માશાહે અહીં જેનાચાર્યોના વરદ હસ્તે જિનપ્રતિમાની અંજનશલાકાને માટે વિધિ કરાવ્યો અને સંઘજમણ કર્યું.
સં૦ કર્માશાહે સં. ૧૫૮૭ શાકે ૧૫૪૩ ને વિશાખ વદિ ૬ ને રવિવારે ધનલગ્નમાં, શુદ્ધ નવાંશમાં, શત્રુંજય તીર્થમાં જીર્ણોદ્ધાર કરેલ પ્રાચીન જિનપ્રાસાદમાં તપાગચ્છની વડી પિલાળના આ૦ વિજયધર્મ સૂરિના શિષ્ય આ૦ વિદ્યામંડનસૂરિના હાથે ભ૦ આદીશ્વરની નવી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને શત્રુંજય મહાતીર્થને ૧૬ મે માટે ઉદ્ધાર કરાવ્યું.
શત્રુંજયતીર્થના ૧૬મા મોટા ઉદ્ધારની પ્રશસ્તિ તપાગચ્છના આ સમયરત્નના શિષ્ય ૫૦ લાવણ્યસમયગણિએ બનાવી અને ૫૦ વિવેકાધીરગણિએ શિલા ઉપર લખી હતી. આ પ્રશસ્તિમાં એક લેક આ પ્રકારે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org