SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશમું ] આ ઉદ્યોતનસુરિ ૧૯૯ દિલ્હીના રાજમાન્ય સારંગ શાહ તથા ડુંગર શાહને કવિ ઠકુર દેપાલ ફરતે ફરતે શંખેશ્વરની યાત્રાએ જતાં શંખલપુર આવ્યા. તેણે અમારિ પળાતી જોઈ તે ખંભાત ગયે અને તેણે ત્યાં ચૌદશના વ્યાખ્યાનમાં કવિત્ત કરી કેચર શાહની ખૂબ પ્રશંસા કરી. ત્યાંથી તે શંત્રુજય તીર્થની યાત્રાએ ગયે. આ તરફ, તેણે કેચર શાહનાં કરેલાં વખાણુનું ફળ ઊલટું આવ્યું. સાધુ સજ્જનસિંહને ઈર્ષ્યા થઈ આવી કે, કેચર શાહને ઊંચે લાવનાર હું છતાં મારું નામ પણ નહીં અને કેચર શાહનાં આટલાં વખાણ ! ઠીક છે, જોઈ લઈશ. તેણે સુલતાનને અવળી પાટી ભણાવી અને તરત જ કેચર શાહને પકડાવી જેલમાં પુરાવ્યું. આથી લેકમાં સજજનસિંહની નિંદા થવા લાગી અને શંખલપુર-બહુચરાજીમાં જીવહિંસાને દેર છૂટે થયે—ખૂબ હિંસા થવા લાગી. ઠકુર દેપાલ ફરી ખંભાત આવ્યો ત્યારે તેને પિતાની ભૂલ સમજાઈ. તેને સ્પષ્ટ થયું કે સજનસિંહને ચીડવવામાં હું જ નિમિત્ત થે છું. તેને ભારે દુઃખ થયું. સજજનસિંહને રોજવવાને તેણે ઈરાદે કર્યો. તે સજજનસિંહ પાસે ગયા અને કવિની ઝડી વરસાવવા લાગ્યો. આખરે તેને ખુશ કર્યો અને સાથે સાથે જણાવી દીધું કે, તારી કૃપાથી બહુચરાજીના પૂજારીઓ પાડાઓ કાપે છે. તારી મહેરબાની છે કે અવળી મૂઠે અમારિ પળાય છે. ” સજ્જનસિંહ આ સાંભળીને શરમાયે. તેણે કેચરને છોડી મૂકી ફરીથી બાર ગામને હાકેમ બનાવ્યો. કેચર શાહે શંખલપુરમાં ફરીથી બાર ગામમાં અમારિ પ્રવર્તાવી. આ ઘટના ઉપરથી સમજી શકાય છે કે, સાધુ સજ્જનસિંહે કેચર શાહને ઊંચે લાવી બાર ગામમાં અમારિ પળાવી હતી. માટે જ શિલાલેખમાં ઉલ્લેખ મળે છે કે, સં. ૧૪૪રમાં તે જગતના જેના કલ્યાણ માટે થયે, સંભવ છે કે આ ઘટના સં૦ ૧૪૪રમાં બની હોય. સજજનસિંહે પછી શત્રુંજય તીર્થ ઉપર આ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું હતું અને સંભવતઃ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું. એ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy