________________
૧૭૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જો [ પ્રકરણ બંને રાજકુમારની સહીઓ કરેલી છે.
(-જિનવિજયજી, પ્રા. જે. લેસં૦ ભાવ ૨, લેખાંક : ૩૪૬) - રાણી આનલદે રાષ્ટ્રકૂટ સહલની પુત્રી હતી. તેણે સં. ૧૨૨૧ના માહ શુદિ ૨ ના રોજ સાંડેરાવના જૈન મંદિરમાં ભ૦ મહાવીરસ્વામીનું જન્મોત્સવ માટે વાર્ષિક લાગે આ હતે.
(-પ્રાજે. લે. સં. ભાગ ૨, લેખાંક ૩૪૯) ૨૮. કેદ્યણુદેવ—સં. ૧૨૪૧ થી ૧૨૪૯ તે રાજા આલણને મેટો પુત્ર હતો. રાજા કુમારપાલને પ્રીતિપાત્ર હતું. રાજગચ્છના આ સાગરચંદ્રના ઉપદેશથી તે જેન બન્યું હતું,
તેને માતા આલણદે, રાણી જલણ, પુત્રો કીર્તિપાલ, લાખણ પાલ, અભયપાલ, મેઢલદેવ, અને જયંતસિંહ તેમજ શૃંગાદેવી નામે પુત્રી હતી. વાહણ નામે મહામાત્ય હતું. તે સૌ જૈનધર્મપ્રેમી હતા.
તેણે પિતાના રાજ્યમાં સં૦ ૧૨૦૯ માહ વદિ ૧૪, ૮, ૧૧, ૧૪ની તિથિઓમાં અમારિ પ્રવર્તાવી હતી. માંસનું બલિદાન સદંતર બંધ કરાવ્યું હતું. તે આજ્ઞાનો ભંગ કરનાર પ્રત્યે સખત વલણ દાખવતે.
(જૂઓ, પ્રભાવક ચરિત્ર, હેમપ્રબંધ, મુંબઈ
ગેઝેટિયર ગ્રં. ૧, ભા. ૧, પૃ. ૧૯૩) રાજા કેહુલણ તથા રાજમાતાએ સં૦ ૧૨૨૧માં સંડરકના જૈન મંદિરમાં ચિત્ર શુદિ ૧૩ના ઉત્સવ માટે વાર્ષિક ખર્ચ બાંધી આપે. રાણી જલણદેવીએ સં. ૧૨૩૬માં ભ૮ પાર્શ્વનાથના દેરાસરમાં સ્તંભ કરાવી આપે, સાલિયાણું પણ બાંધી આપ્યું. રાજકુમાર મેઢલે સં. ૧૨૪૧ માં ઘંઘાણક (ઘંઘાણી)તીર્થના ભ૦ મહાવીરસ્વામીના દેરાસરની સાલગીરા માટે જકાત આવકમાંથી ખર્ચ બાંધી આપે. પુત્રી શૃંગારદે તે ચંદ્રાવતીના રાજા ધારાવર્ષ પરમારની રાણીએ સં. ૧૨૫૫ માં ઝાડેલીના દેરાસરમાં ભ૦ મહાવીરસ્વામીની પૂજા માટે બહુ આવકવાળી વાડીનું દાન કર્યું. તેના કામદારે પણ દાન કર્યું.
(પ્રાચીન જેવેલેબ્સ ભા૨, લેખાંક :
૩૪૬ થી ૩૫૦, ૪૨૪ થી ૪૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org