SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ પત્રિીશમું ] આ ઉદઘોતનસુરિ હતા, કુમારદેવ પુરોહિત હતો અને નાગડમલ્લ સિરિ વગેરે મહામા-મંત્રીઓ હતા. (જૂઓ, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ, પુરાતન પ્રબંધસંગ્રહ, આભડપ્રબંધ) ૧૦. બાલ મૂલરાજ (સં. ૧૨૩૨ થી ૧૨૩૪). અજયપાલ પછી તેને પુત્ર મૂળરાજ ગાદીએ આવ્યો, જે સગીર વયને હતા. દંડનાયક સજજન શ્રીમાલી રાજ્ય ચલાવત હતા. અફઘાનિસ્તાનના બાદશાહ મહમ્મદ શાહબુદ્દીન ઘોરીએ ગિઝનીથી મુલતાનના રસ્તે થઈ સં. ૧૨૩૪ (હિ. સં૦ ૫૭૪ ઈ. સ. ૧૧૭૮)માં ગુજરાત પર હલ્લે કર્યો. તેનું સૈન્ય અને ગુજરાતનું સૈન્ય આબૂની નીચે કાયંદ્રા પાસે બનાસને કાંઠે ગાડર અરઘટ્ટમાં ગાડરિયાઘાટમાં સામસામે ગોઠવાયાં. રાણું નાયકીએ દંડનાયકની વ્યુહરચના પ્રમાણે બાળ રાજાને ખોળામાં બેસાડી ઊંચે સ્થાને બેસીને યુદ્ધનું શાસન કર્યું. ગુજરાતના સામંતો કેહુણુ વગેરે તૈયાર હતા, પરંતુ એચિતે વરસાદ પડવાથી ઘોરી હાર્યો અને બાલ રાજા સાથે સંધિ કરીને ચાલ્યા ગયે. રાજનીતિવિશારદે માને છે કે, આ વિજય રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાલે ગઠવેલી સુરાજ્યવ્યવસ્થાને આભારી હતો. (જૂઓ, તબકત ઈ. નસીરી, પૃ. ૪૫૧, ૪૫ર) રાજા મૂળરાજના સમયે મેટો દુકાળ પડ્યો ત્યારે પુરોહિત કુમાર નાગરે રાજાને સમજાવી પ્રજાને કર માફ કરાવ્યું. (જૂઓ, “સુરત્સવ” સર્ગઃ ૧૫, લે. ૩૩) મૂળરાજ સં. ૧૨૩૪ ના ચૈત્ર માસમાં મરણ પામે. (-પ્રબંધચિંતામણિ, કીર્તિકૌમુદી, સુકૃતસંકીર્તન, મીનરાજ ઉ૦સિરાજ, ઈફિરસ્તા, સં૦૧૨૬૬નું તામ્રપત્ર, જેમ ઉલ હિકાયત) ૧. થરપારકર પાસે પણ એક ગુડરગિરિ છે, જેની ઉપર ભ૦ ઋષભદેવનું દેરાસર હતું. (આ મહેન્દ્રસિરિ કૃત “અષ્ટોત્તરશત તીર્થમાલા, ગાઃ ૮૩) ને ચાલ્યા ગયેલા ઘારી હાર્યો અને જે તૈયાર હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy