________________
પાંત્રીશમું ] આ૦ ઉદ્યોતનરિ
૧૨૯ આ૦ હેમચંદ્રસૂરિ જણાવે છે કે, કુમારપાલના રાજ્યની સરહદ ઉત્તરમાં તુર્કસ્તાન, પૂર્વમાં ગંગાનદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર સુધી હતી.
(જૂઓ, ત્રિશ૦ પુચ પર્વ ૧૦, સર્ગઃ ૧૨,શ્લેટ પર) ગુજરાતના શિલાલેખોમાં સાત ચક્રવર્તી માનવામાં આવેલા છે– (૧) ભીમદેવ, (૨) કર્ણદેવ, (૩) સિદ્ધરાજ, (૪) કુમારપાલ, (૫) અજયપાલ, (૬) મૂળરાજ અને (૭) ભીમદેવ.
(ગૂજરાતને ઐતિહાસિક લેખસંગ્રહ, લેખાંકઃ ૧૬૬ થી ૨૦૬) બીજી રીતે સાત ચક્રવર્તીઓની ગણતરી આવી પણ છે–(૧)
૧. કર્નલ જેમ્સ ટોડ લખે છે કે–કુમારપાલની આજ્ઞાને પૃથ્વી પરના સર્વ રાજાઓએ પોતાના મસ્તકે ચડાવી. તેણે શાકંભરીના રાજાને પિતાના ચરણમાં નમાવ્યો. ખુદ હથિયાર ધારણ કરી સપાદલક્ષ પર્વત ચડાઈ કરીને સર્વ ગઢપતિઓને નમાવ્યા. સાલપુર (પંજાબ) સુદ્ધાંને તેણે તે પ્રમાણે વશ કર્યું.
(ટોડ રાજસ્થાન) કુમારપાલના શાસનકાળમાં પાટણના જેને હિંદ બહાર ગિઝની સુધી પહોંચીને ત્યાં ધમધેકાર વ્યાપાર ચલાવતા હતા. (-જમેઉલ હિકાયત)
સ્વ. ગૌ હી. ઓઝા લખે છે કે, કુમારપાલ ઘણો પ્રતાપી અને નીતિનિપુણ હતા. તેના રાજ્યની સીમા દૂર દૂર સુધી ફેલાયેલી હતી અને માળવા તથા રાજપૂતાનાના કેટલાક ભાગે તેને આધીન હતા.
–રાજપૂતાનેકા ઈતિહાસ, ભા. ૧, પૃ. ૨૧૯) દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી લખે છે કે, કુમારપાલને સિદ્ધરાજ પાસેથી ઘણું વિશાળ અને અત્યંત સમૃદ્ધ રાજ્ય મળ્યું હતું અને કુમારપાલે તેને સ્થિર કર્યું એટલું જ નહીં પણ કોંકણનો વિજય ધ્યાનમાં લેતાં કંઈક વધાર્યું હેવાનો પણ સંભવ છે. (ગુજ. મ. રા. ઈ પ્ર. ૧૩, પૃ. ૩૨૮)
સિદ્ધરાજ અને કુમારપાલે એવું સારું રાજતંત્ર ગોઠવ્યું હતું કે, મૂળરાજ જે બાળ રાજા પણ મુસલમાન હુમલાને સામંતોની મદદથી પાછો હઠાવી શક્યો. ખરી રીતે ભીમદેવ બીજા જેવા નબળા રાજાના રાજ્યકાળમાં પણ ઘણુ વખત સુધી સિદ્ધરાજ અને કુમારપાલે ગોઠવેલું રાજતંત્ર જળવાઈ રહ્યું હતું.
(–ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પ્ર. ૧૫, પૃ૩૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org