SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ " જેને પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજાએ શત્રુંજય તીર્થ ઉપર ભ૦ આદીશ્વરનાં દર્શન, પૂજનમહત્સવ કર્યા. પછી સંઘ ગિરનારતીર્થ પર ગયો. અહીંને ચડાવ કઠિન હતા અને રાજા ઘણે વૃદ્ધ હતું. તેથી રાજાઓ ઉપર ન ચડતાં તળેટીમાં જ ભગવાન નેમિનાથની પૂજા કરી તીર્થને વધાવ્યું. પછી સંઘ ત્યાંથી પાટણ આવ્યા. સં૦ ૧૨૨૭માં આ૦ હેમચંદ્રસૂરિના હાથે પાટણમાં મેટે પ્રતિષ્ઠામહોત્સવ ઉજવાયે. રાજા કુમારપાલે તેમાં મોટો લાભ લીધે. રાજા કુમારપાલને દૌહિત્ર પ્રતાપમલ હતો. તે નીતિશાળી, બહાદુર, ધર્મપ્રેમી અને પ્રજાપ્રિય હતો. તે રાજા કુમારપાલની સાથે જ રહેતા હતા. રાજાએ કાઢેલા શત્રુંજયના સંઘમાં પણ સાથે હતે. તે રાજા થવાને લાયક હતો. રાજપુરોહિત સેમેશ્વર તેને સમર્થ રાજ્યરક્ષક બતાવે છે. આચાર્યશ્રી માનતા હતા કે, હવે સિદ્ધરાજ નથી અને કુમારપાલ વૃદ્ધ છે એટલે સેલંકી રાજ્ય તપવાનું નથી. આથી કઈ યોગ્ય ક્ષત્રિય ગુજરાતને રાજા બને તેમાં હરકત જેવું નથી. રાજા કુમાર પાલની ઈચ્છા હતી કે, તેના પછી પ્રતાપમલ રાજા બને. સૌ કઈ એ વાતમાં ખુશ હતા, પણ શેઠ આભડે સલાહ આપી કે, “ગમે તે પણ પિતાને હોય તે સારે.” સૌએ આ સલાહ માન્ય રાખી; પરંતુ અજયપાલ આ વિચાર સાંભળીને સમસમી ગયે હતો. રાજા કુમારપાલને પૂર્વભવ આ પ્રમાણે જાણવા મળે છે – મેવાડની પહાડીમાં પરમારપલ્લીમાં જયતાક નામે રાજા હતો. તેણે એક વણજારાને લૂંટી લીધો. વણજારાએ ગુસ્સામાં આવી, માળવાના રાજાની મદદથી પરમારપીને વિનાશ કર્યો. જયતાકની ગર્ભવતી સ્ત્રીને તથા ગર્ભને મારી નાખ્યા. તે બા બની, મરી ગયો ને સિદ્ધરાજરૂપે જન્મે. જયતાક ત્યાંથી નાસી ગયે. ખંડેરગચ્છના આ૦. યશોભદ્રસૂરિના ધર્મોપદેશથી શુદ્ધ જીવન ગાળવા લાગ્યા. તિલંગન. ૧. આમશર્મા, જગદેવ અને પ્રતાપમલ ન રહેતાં રાજા ભીમદેવનું રાજય છિન્નભિન્ન થઈ ગયું. (કોર્તિકૌમદી, સર્ગ ૨, શ્લો- ૯૭ થી ૧૦૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy