SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીસમું ] આ ઉફવોતનસુરિ ૧૧૯ એક દિવસે આચાર્યશ્રી પાટણ પધાર્યા. તેમણે તે દિવસે શાકે. ભરીના ગરીબ ધનાશાહે પિતાની પત્નીના હાથે કંતાવીને તૈયાર કરાવીને વહોરાવેલું ખાદીનું કપડું પહેર્યું હતું. રાજાએ તે દેખીને દુઃખ પામી ગુરુદેવને વિનંતિ કરી કે, “આપ મારા ગુરુદેવ છે, તમારે આવું જાડું અને બરછટ કપડું પહેરવું ન જોઈએ, આમાં તે મારી બદનામી થાય.” આચાર્યશ્રીએ હસીને જણાવ્યું કે, “સાધુ નિઃસ્પૃહ હોય છે. સામાન્ય વસ્ત્રો પહેરવાથી તેની સાધુતા ઘટતી નથી, છતાં તને ખરેખર શરમ આવતી હોય તે તારા રાજ્યમાં આવાં વસ્ત્રો દેનારા ગરીબ જેને છે તેને તારે વિચાર કરવો જોઈએ.” રાજા સત્ય પામી ગયે. તેણે ત્યાં જ પ્રતિજ્ઞા કરી કે, “હું એકેક નિર્ધન જેનને સે સે સોનામહોર આપીશ, દર સાલ એક કરોડ સોનામહેરનું દાન કરીશ અને સૌને ધર્મ સાધી શકે એવા સુખી બનાવીશ. (જૂઓ, ઉપદેશતરંગિણી) રાજાએ સાધર્મિક ભક્તિખાતુ ખોલ્યું અને તેના ઉપરી તરીકે શેઠ આભડ તથા મંત્રી કપર્દીને નીમ્યા. શેઠ આભડે પહેલી સાલ પોતાના ખજાનામાંથી જેનેને એક કરેડની સહાય આપી અને રાજાને વિનંતિ કરી કે, “વેપારી પણ રાજાને જંગમ ખજાને છે; તે આ લાભ મને જ લેવા દે.” - રાજાએ હસીને જવાબ આપ્યો કે, “ભાઈ! શું મને લોભિયો બનવાની આદત પડાવવી છે?” એમ કહી રાજાએ તેટલું ધન ખજાનામાંથી મંગાવી શેઠ આભડને આપ્યું. પાટણમાં કુબેરદત્ત નામે એક દરિયાઈ વેપારી રહેતું હતું. તેની પાસે તેના પરિગ્રહની નેંધ મુજબ–૧૦૦ હાથી, ૫૦ હજાર ઘેડા, ૮૦ હજારનું ગોકુલ, ૧ હજાર જવેરાત-રત્ન-હીરા વગેરે જવેરાત, ૫૦૦ હલ, ૫૦૦ ગાડાં, ૫૦૦ વહાણ, ૫ ઘર, ૫ હાટ, ૨૦૦૦ ધાન્યના કોઠાર, ૬ કરેડ સેનામહેર, ૬ કરેડને ચાંદી વગેરેને કીમતી માલ હતો. તેના ઘરમાં રત્નજડિત જિનાલય હતું, જેનું ભૂમિતળિયું રતનથી જડેલું હતું. ચંદ્રકાંત મણિની જિનપ્રતિમા હતી. શેઠને માતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy